ચૂચા સહિત Fukrey 3 ની ટોલી કરશે જબરદસ્ત જુગાડ, પંડીતજી હસાવશે પેટ પકડીને, જુઓ જબરદસ્ત Trailer

Fukrey 3 Trailer: ફુકરે 3 ફિલ્મ 28 સપ્ટેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં પણ રિચા ચઢ્ઢા, પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, પંકજ ત્રિપાઠી તેમની દમદાર એક્ટિંગથી લોકોને ખુશ કરવામાં સફળ થશે તેમ ટ્રેલર પરથી લાગી રહ્યું છે. 
 

ચૂચા સહિત Fukrey 3 ની ટોલી કરશે જબરદસ્ત જુગાડ, પંડીતજી હસાવશે પેટ પકડીને, જુઓ જબરદસ્ત Trailer

Fukrey 3 Trailer: ફુકરે, ફુકરે રીટર્ન ફિલ્મો પછી હવે ફુકરે 3 ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ બે મહિના પહેલા આ મહિનામાં જ રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. Fukrey 3 ફિલ્મનું ટ્રેલર અપેક્ષા અનુસાર જ મજેદાર છે. ફિલ્મના પહેલા બે પાર્ટની જેમ આ ફિલ્મમાં પણ ફુકરેની ટોલી ધમાલ કરવા જઈ રહી છે. ફુકરે 3 માં ભોલી પંજાબન ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે તો ફુકરેની ટોલી પણ નવો જુગાડ કરીને પોતાની સમસ્યાઓ વધારશે. ફુકરે 3માં ચુચાને પણ ભગવાનનો નવો આશીર્વાદ મળી ગયો છે.

આ પણ વાંચો:

ફુકરે 3ના ટ્રેલરની શરૂઆતથી અંત સુધી તમારા ચહેરા પર સ્માઈલ રહેશે તે વાતની ગેરંટી છે. પહેલા બે પાર્ટની જેમ આ પાર્ટમાં પણ ચૂચા તમને પેટ પકડાવીને હસાવશે. આ પાર્ટમાં ચૂચાને નવું ગોડ ગિફ્ટ મળ્યું છે. ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે  ફુકરે 3 ફિલ્મ પણ લોકોને પેટ પકડાવીને હસાવવામાં સફળ થશે. દર્શકો પણ આ ફિલ્મનું ટ્રેલર જોઈને ખુશ છે. ટ્રેલરને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 

ફુકરે 3 ફિલ્મ 28 સપ્ટેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જોકે આ ફિલ્મ પહેલા એક ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ અચાનક તેને બે મહિના પહેલા રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મને પ્રીપોન કરવાનું કારણ પ્રભાસની ફિલ્મ સાલાર પણ છે. પ્રભાસની ફિલ્મ સાલાર ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે જેને લઈને ફુકરે 3ને સપ્ટેમ્બર મહિનામાં જ રિલીઝ કરી દેવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news