નવી દિલ્હી: સાઉથ ઇંડસ્ટ્રીના સુપરસ્ટાર ધનુષ (Dhanush) ન ફેન્સ માતે આજનો દિવસ ખાસ છે. કારણ કે આજે અભિનેતા ધનુષ (Dhanush) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કર્ણન' (Karnan) નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં ફિલ્મની રિલીઝને લઇને પણ જાણકારી આપવામાં આવી છે. આ ટીઝમાં ધનુષ (Dhanush) નો ઇંટેંસિવ લુક ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીઝરમાં છે સરપ્રાઇઝ
આ ફિલ્મમાં પહેલીવાર ધનુષ (Dhanush) એ સેલ્વારાજ સાથે કામ કર્યું છે. ફિલ્મ 'કર્ણન' (Karnan) નું શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. ફિલ્મનું જોરદાર ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ફિલ્મના ટીઝરમાં વધુ એક સરપ્રાઇઝ છુપાયેલી છે. આ ટીઝર દ્રારા ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. જુઓ આ VIDEO...


WhatsApp માં એડ થયા નવા ફીચર, Group Admin ને મળશે નવા પાવર


આવો છે ધનુષનો લુક
ટીઝરમાં ધનુષના લુકની વાત કરીએ તો તે ધોની અને બનિયાનમાં દોડતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે હાથમાં તલવાર માટે કોઇની રાહ જોતો જોવા મળી રહ્યો છે. ટીઝરમાં લખવામાં આવ્યું કે ફિલ્મ એપ્રિલ 2021માં રિલીજ થશે. પરંતુ એ જણાવવામાં આવ્યું નથી કે ફિલ્મ કઇ તારીખે રિલીઝ થશે. 


આ છે સમગ્ર ટીમ
તમને જણાવી દઇએ કે ફિલ્મનું નિર્માણ કલાઇપુલી એસ થાનું દ્રારા કરવામાં આવ્યું છે. આ ફિલમ તિરૂનેવલી પાસે સર્જાયેલી એક સત્ય ઘટના પર આધારિત છે. એક્શન ડાયરેક્ટર લાલ અને નટરાજન પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું મ્યૂઝિક સંતોષ નારાયણે આપ્યું છે. 


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube