નવી દિલ્હી :  બોલિવૂડમાં ચારે તરફ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા છે. રણબીર અને આલિયાના ચાહકો આ સમાચારથી ખુશ છે પણ રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના આ વાતથી ખુશ નથી. મળતી માહિતી પ્રમાણે કેટરિનાને ખબર છે કે આલિયા અને રણબીરનું બ્રેક-અપ કઈ રીતે થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટરીના કૈફના નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કેટરિના જાણે છે કે આલિયાના રિલેશનનો અંત કેવી રીતે આવશે. તેને સમગ્ર બાબતો અંદાજ છે પરંતુ કોઈ બીજાની લાઈફમાં વચ્ચે બોલવાનો તેનો સ્વભાવ નથી. ઉપરાંત જો તે આલિયાને ચેતવણી રૂપે કંઈપણ કહેશે તો લોકોને એમ જ લાગશે કે દ્રાક્ષ તો ખાટી છે. આથી તે હાલમાં ચુપ છે.


મગહર પહોંચ્યા પીએમ મોદી, સંત કબીરની સમાધિ પર ફુલ અને કબર પર ચડાવી ચાદર


કેટરિના અને રણબીર અલગ થયા તેને લાંબો સમય થઈ ગયો. આથી હવે તેને આગળ વધવું જોઈએ. બંનેએ ક્યારેય જાહેરમાં તેમની રિલેશનશીપની વાત સ્વીકારી નથી છતાં 2009માં આવેલી ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’થી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ બાદ બંને પાછલા વર્ષે ‘જગ્ગા જાસૂસ’માં પણ જોવા મળ્યા હતા. હાલમાં તો રણબીર અને કેટરિના એકબીજા સાથે બહુ ખુશ છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રણબીરે કહ્યું છે કે પ્રેમે તેને સારી વ્યક્તિ બનાવી છે. 


માર્ચમાં, રણબીરની માતા નીતુ કપૂર પણ અલિયાના 25માં જન્મદિવસે 'બ્રહ્માસ્ત્ર' ના સેટ પર બલ્ગેરિયા પહોંચી હતી. આ ઉપરાંત, રણબીરની બહેન રિદ્ધિમાએ પણ આલિયાને ખાસ બંગડીઓ ભેટ આપી હતી, જેના ફોટોઝ આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...