ઇરફાન ખાન અને રાધિકા મદાનની ફિલ્મ `અંગ્રેજી મીડિયમ`નું નવું ગીત `એક જિંદગી` રિલીઝ
ફિલ્મની વાત કરીએ તો અહીં પિતા અને પુત્રીની કહાની છે. ઇરફાન તેમાં રાધિકાનો પિતા બન્યો છે. રાધિકા ભણવામા હોશિયાર છે જેને સ્કૂલમાં એકેડમિક એવોર્ડ મળે છે.
નવી દિલ્હીઃ ઇરફાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'ની સાથે વાપસી કરી રહ્યો છે. તેના ફેન્સ ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મમાં રાધિકા મદાન પણ છે. તે તેની પુત્રીનો રોલ પ્લે કરી રહી છે. તો કરીના કપૂર ખાન લંડનમાં પોલીસવાળાની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મના ટ્રેલર બાદ મેકર્સે તેનું ગીત 'એક જિંદગી' રિલીઝ કરી દીધું છે.
આ રીતે થાય છે ગીતની શરૂઆત
ગીતની શરૂઆત પિતા-પુત્રી વચ્ચે એક ફ્રેન્ડલી હળવી ફાઇટથી થાય છે. તે ઘર પર ફિઝિક્સ ભણાવવા માટે યુવકને લઈને આવે છે તો ઇરફાન સ્ટ્રિક્ટ ડેડના રૂપમાં જોવા મળે છે. તે પોતાની પુત્રી અને તેના ટ્યૂટર પર નજર રાખે છે. ક્યારેક-ક્યારેક રાધિકા ઇરિટેટ જોવા મળે છે બાદમાં ઇરફાન યુવકને ચાર ઓફર કરતા જોવા મળે છે અને તેની પુત્રી ખુશ થઈ જાય છે.