નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) નો આજે જન્મદિવસ છે. 6 જુલાઈ 1985ના રોજ જન્મેલ રણવીર સિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ (birthday)  ઉજવી રહ્યો છે. પોતાની અજીબોગરીબ ફેશન સેન્સ ઉપરાંત એવી અનેક વાતો છે જેના કારણે રણવીર સિંહ સતત ચર્ચામાં રહે છે. આવો તેના બર્થડે પર જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ કપૂરના પરિવાર સાથે કનેક્શન
રણવીર સિંહનું આખુ નામ રણવીર સિંહ ભાવનાની છે. તે સોનમ કપૂરની માતા અને અનિલ કપૂરની પત્ની સુનિતા કપૂરની બહેનનો પુત્ર છે. અનેક લોકોને હજુ પણ રણવીર સિંહ અને સોનમ કપૂર કઝીન્સ છે તે વાત ખબર નથી. ઈન્ડસ્ટ્રીમાં આવ્યાં બાદ રણવીર સિંહે પોતાની ભાવનાની સરનેમ ડ્રોપ કરી હતી. કારણ કે તેને લાગતુ હતું કે તેનુ નામ સરનેમ સાથે ખુબ લાંબુ થઈ જાય છે. તેનું માનવું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ સરનેમ સાથે એક બ્રાન્ડ તરીકે સ્થાપિત થવામાં તેને ઓછું મહત્વ મળત. 


એક્ટર પહેલા ક્રિએટિવ રાઈટર
બોલિવૂડના અનેક અભિનેતા ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવતા પહેલા કેરિયરના અન્ય મુકામે હતાં. રણવીર સિંહ પણ તેમાનો એક છે. રણવીર સિંહે ઈન્ડિયાના યુનિવર્સિટી, બ્લુમિંગટન યુએસએથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવેલી ઓછે. ત્યાં તે થિયેટર સ્ટુડન્ટ હતો. જો કે એક્ટિંગ સાથે તેનો રસ ક્રિએટિવ રાઈટિંગમાં પણ હતો. આથી તેણે એડવરટાઈઝિંગના ક્ષેત્રે પણ કોપી રાઈટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 


ફિલ્મો પ્રમાણે ડાયેટ પ્લાન
બોલિવૂડના સૌથી ફિટ એક્ટર્સમાં સામેલ રણવીર સિંહ 16 વર્ષની ઉંમરે ખુબ જાડો હતો. ફિલ્મી દુનિયામાં સક્રિય થયા બાદ તેણે પોતાના ડાયેટને ફિલ્મોમાં પોતાની ભૂમિકા પ્રમાણે બદલવાનું શરૂ કરી દીધુ. તે મુજબ તે સવારે ઉઠીને સૌથી પહેલા ખાનારી વસ્તુ અને તેની માત્રા ફિલ્મના તેના કેરેક્ટર પર નિર્ભર રહે છે. તેના ડાયેટમાં બાફેલા ઈંડા, કાળા મરી, અને મીઠું ચોક્કસપણે સામેલ હોય છે. જેની માત્રા તે વધારતો ઘટાડતો રહે છે. તે ફળ અને ડ્રાયફ્રૂટ્સ પણ ખાય છે પણ એવું કઈ પણ ખાતા બચે છે જે વજન વધારે, તે કાર્બોહાઈડ્રેટવાળી ચીજો બહુ ખાતો નથી. 


ખાસ છે કૂકિંગ ટીપ
રણવીર સિંહ પોતાના ડાયેટનું તો ધ્યાન રાખે જ છે પણ એવું જરાય નથી કે તેને ખાવા પીવાનો શોખ નથી. ખાવા ઉપરાંત તેને કુકિંગનો પણ ખુબ શોખ છે. નોનવેજ ડિશ બનાવવામાં તેને મહારથ હાંસલ છે. તેનું માનવું છેકે ખાવામાં યોગ્ય પ્રમાણમાં બટરનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. તેને ચોકલેટ અને અન્ય મીઠી વસ્તુઓ ખાવી પણ બહુ ગમે છે. લંચ અને ડિનર બાદ પણ તે કઈંક ગળી વસ્તુ ખાવાનું ચોક્કસપણે પસંદ કરે છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube