મુંબઇ: રિયા ચક્રવર્તીના કેટલાક વોટ્સએપ મેસેજ ચેટથી એ વાત સામે આવી છે કે તે કથિત રીતે ડ્રગ્સની ગેરકાયદેસર રીતે સપ્લાય કરનારા લોકોના સંપર્કમાં હતી અને તમણે કથિત રીતે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને ડ્રગ્સ આપવા માટે તેમનો સંપર્ક રાખ્યો. ડ્રગ્સ એંગલ સામે આવ્યાં બાદથી કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) અને ઈડીની સાથે સાથે હવે Narcotics Control Bureau (NCB) પણ સુશાંતના મોત મામલે તપાસમાં લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંતના મોતનું  ડાર્કનેટ કનેક્શન
NCB હવે સુશાંત સિંહ રાજપૂતના મોતનું ડાર્કનેટ કનેક્શન તપાસી રહી છે. રિયાના વોટ્સએપ ચેટથી સંકેત મળે છે કે રિયાને ડ્રગ્સની સારી ઓળખ છે. આ સાથે જ રિયા ડ્રગ્સની અસર પણ જાણે છે. ચેટથી એવા પણ સંકેત મળે છે કે રિયાને  ડ્રગ્સ ખરીદવામાં ઉપયોગમાં લેવાતા કોડવર્ડની પણ જાણકારી છે. એવું પણ જાણવા મળ્યું છે કે વર્ષ 2017થી જ રિયા ચક્રવર્તી નશીલા પદાર્થ જેમ કે વીડ, મારિઝુઆના, સીબીડીનો ઉપયોગ કરતી હતી. રિયા અને સેમ્યુઅલ વચ્ચે 17 એપ્રિલ 2020 અને 1 મે 2020ની વાતચીત એ સાબિત કરી રહી છે કે 17000 રૂપિયાના વીડની ખરીદી ભાઈ શોવિક ચક્રવર્તીએ કરી છે. રિયા અને ટેલેન્ટ મેનેજર જયા સહા વચ્ચે 15 નવેમ્બર 2019ના રોજ વાતચીત દર્શાવે છે કે જયા સહાએ રિયાને સીબીડી નામનું ડ્રગ્સ આપ્યું હતું જે સુશાંતની કોફીમાં ભેળવી દેવાનું હતું. 


સુશાંતના ગળામાં સોયના નિશાન!, પગ તૂટેલો હતો...હોસ્પિટલકર્મીની વાતોથી બહેન ભાંગી પડી


આવો તમને જણાવીએ કે એનસીબીની તપાસમાં કયા ખુલાસા થયા છે. 
- ડાર્કનેટ દ્વારા મંગાવવામાં આવતું હતું ડ્રગ્સ
- રિયા ચક્રવર્તી જે પેડલર્સ પાસેથી ડ્રગ્સ લેતી હતી તે ડાર્કનેટ દ્વારા વિદેશોથી મંગાવતા હતા ડ્રગ્સ
- જુલ્મની દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે ડાર્કનેટ.
- ડ્રગ્સ, કોન્ટ્રાક્ટ કિલિંગ સહિત અનેક વારદાતો માટે મળે છે ડાર્કનેટ પર સામાન.
- સુશાંતના મોતના ડાર્કનેટ કનેક્શનની તપાસ થઈ રહી છે.
- દુનિયામાં ફક્ત 4 ટકા લોકો જ ઈન્ટરનેટના સ્પેસનો ઉપયોગ કરે છે, 94 ટકા સ્પેસ ડાર્કનેટ કે ડીપ ડાર્કનેટમાં ઉપયોગમાં લેવાય છે. 
- ડાર્કનેટ દ્વારા ફેક આઈડી તૈયાર કરીને કોઈ પણ પ્રકારના જુલ્મના ટુલ્સને મંગાવી શકાય છે. 
- આઈડી નકલી હોવાના  કરાણે આરોપી સુધી પહોંચવાનું ખુબ મુશ્કેલ રહે છે. 


સુશાંતના મોતના રહસ્યનો જલદી થશે પર્દાફાશ, રિયા વિરુદ્ધ CBIનું '3-D મોડલ'


બે ડ્રગ પેડલર્સની થઈ છે ધરપકડ
અત્રે જણાવવાનું કે સુશાંત કેસમાં આવેલા ડ્રગ્સ એંગલની તપાસ કરવા માટે NCBની ટીમ દિલ્હીથી મુંબઈ પહોંચી છે. NCBના ડેપ્યુટી ડાઈરેક્ટર કેપીએસ મલ્હોત્રા અને તેમની ટીમે બે એવા ડ્રગ પેડલર્સને પકડ્યા છે જે મુંબઈની હાઈ  પ્રોફાઈલ પાર્ટીઓમાં ઉપયોગમાં લેવાતા ડ્રગ્સને સપ્લાય કરતા હતાં. NCBએ કરણ અરોડા અને અબ્બાસની ધરપકડ કરી છે. એનસીબીના જણાવ્યાં મુજબ આ બંને ડાર્ક નેટ દ્વારા વિદેશમાંથી ડ્રગ્સ મંગાવતા હતાં. આ ડ્રગ્સ  કૂરિયર કે પછી ઈન્ટરનેશનલ પોર્ટ દ્વારા મુંબઈ પહોંચતું હતું. પછી ડ્રગ્સને મુંબઈના તે લોકોને વેચી દેવાતું હતું. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube