સુશાંતની લીક થયેલી ઓડિયો ક્લિપે મચાવ્યો હંગામો, આમ પાથરી રહી હતી રિયા ચક્રવર્તી જાળ?
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતને 78 દિવસ વિતી ચૂક્યા છે. પહેલાં મુંબઇ પોલીસ અને હવે CBI આ કેસની તપાસમાં લાગી છે. પરંતુ આ કોયડો દિવસે ને દિવસે વધુ ગુંચવાતો જાય છે. આ કેસની આરોપી રિયા ચક્રવતી સાથે CBI ની પૂછપરછ ચાલું છે.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતને 78 દિવસ વિતી ચૂક્યા છે. પહેલાં મુંબઇ પોલીસ અને હવે CBI આ કેસની તપાસમાં લાગી છે. પરંતુ આ કોયડો દિવસે ને દિવસે વધુ ગુંચવાતો જાય છે. આ કેસની આરોપી રિયા ચક્રવતી સાથે CBI ની પૂછપરછ ચાલું છે. તો બીજી તરફ ઇડી પણ આ મુદ્દે રિયા અને તેમના નજીકના લોકો સાથે પૂછપરછ કરી રહી છે. પરંતુ આ મુદ્દે હવે એક નવો વળાંક આવ્યો છે. સીબીઆઇના હાથમાં એક મહત્વપૂર્ણ પુરાવો લાગ્યો છે. પૂછપરછ વચ્ચે સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ની એક ઓડિયો ક્લિપ લીક થઇ છે. જે આ રહસ્ય પરથી પડો ઉઠાવશે.
આ વાતોથી ચિંતિત હતો સુશાંત
અમારી સહયોગી વેબાસાઇટ Bollywoodlife.com માં પ્રકાશિત સમાચાર અનુસાર CBI ની પૂછપરછ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) નો એક ઓડિયો ક્લિપ લીક થયો છે. આ લીક થયેલી ઓડિયો ક્લિપમાં સુશાંત સિંહ રાજપૂતની વાતો પરથી રિયાનો અસલી ચહેરો સામે આવવામાં મોડું નહી થાય. આ ઓડિયોમાં સુશાંત પોતાના ભવિષ્ય, માનસિક સ્થિતિ અને પૈસાને લઇને ચિંતિત જોવા મળી રહી છે.
ક્યારનો છે આ ઓડિયો, કોનો કોનો છે અવાજ
તમને જણાવી દઇએ કે આ ઓડિયો ક્લિપ લગભગ સુશાંતના મોતના 5 મહિના પહેલાંની છે. જાન્યુઆરીની આ વાતચીતના ઓડિયોમાં સુશાંત અને રિયા ચક્રવર્તી સાથે રિયાના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી અને મેનેજર શ્રુતિ મોદી સાથે વાત કરતાં સંભળાઇ છે. સાથે જ આ વાતોમાં સાંભળી શકાય છે કે અહીં નાણાકીય એડવાઇઝર્સ સાથે વાત ચાલી રહી છે.
આવી હતી રિયાની જાળ
આ ઓડિયો ક્લિપમાં એ સ્પષ્ટ થઇ રહ્યું છે ક્રિયા ચક્રવર્તી જ સુશાંત સિંહ રાજપૂતના પૈસાને મેનેજ કરતી હતી. જાણકારોના અનુસાર આ ઓડિયો ક્લિપ લગભગ 36 મિનિટની છે. રિપોર્ટ અનુસાર આ ઓડિયોમાં રિયા ચક્રવર્તી, સુશાંત પાસેથી પોતાના પૈસાની એફડી બનાવવા પર ભારે મુકતી જોવા મળી રહી છે. રિયાએ કહ્યું કે 'હું ફક્ત એટલા માટે કહી રહી છું કે માનો કે હું ત્યાં નથી, શ્રુતિ મોદી પણ નથી, સૈમુઅલ પણ નથી અને સુશાંત કોઇ માણસ સાથે છે. તેને જો સુશાંતનું કાર્ડ મળી જાય તો? હું સુશાંતને એટલા માટે એફડી બનાવવાની સલાહ આપીશ. આપણે બધા પૈસા એફડીમાં રાખીશું. કાર્ડમાં 10-15 લાખથી વધુ રૂપિયા હોવા ન જોઇએ. તેની સાથે સુશાંતને પોતાના પૈસા અપ્ર વ્યાજ પણ મળૅશે. જ્યારે જરૂર પડશે તેમને ફક્ત પોતાની ફિક્સ ડિપોઝિટ તોડાવવાની રહેશે.
Photos: Creta બાદ હવે Hyundai લાવશે 7 અને 8 સીટર SUV,તસવીરો થઇ લીક
મુંબઇથી બહાર શિફ્ટ થવા માંગતો હતો સુશાંત
વાત અહી પુરૂ થતી નથી, આ વાતચેતમાં વધુ સમયમાં રિયાનો અવાજ જ સંભળાય છે. અહીં સુશાંત વારંવાર માનસિક શાંતિ અને પોતાના ખર્ચ ઓછા કરવાની વાત કરતો સંભળાય છે. સુશાંતે મુંબઇથી બહાર શિફ્ટ થવાની વાત પણ કહી.
માનસિક બિમારી પર શું કહ્યું સુશાંત સિંહ રાજપૂતે
આ ઓડિયોમાં સુશાંત સિંહ રાજપૂત કહે છે કે 'હું મુશ્કેલીમાં જ મારા રૂમની બહાર નિકળી શકુ છું. હું આ ફક્ત મારી બૌદ્ધિક શાંતિ માટે આમ કરું છું. કોઇ આર્થિક પરેશાનીના કારણે નહી. અત્યારે મારું મગજ એવી સ્થિતિમાં નથી. હું કોઇ દિવસ કંઇક અનુભવું છું અને પછી બીજા દિવસે બીજું કંઇક અનુભવું છું. હું મારો સમય બરબાદ કરી શકતો નથી. એ વાતથી સ્પષ્ટ થાય છે કે સુશાંત પૈસાની ખોટ અનુભવી રહ્યો ન હતો. પરંતુ તે પૈસાની ચિંતા કર્યા વિના પોતાની માનસિક શાંતિ શોધી રહ્યો હતો.
રાજકોટથી દાઉદના કરાચીવાળા ઘરનું અંતર માત્ર 480 KM, ફક્ત 3 મિનિટમાં પહોંચી શકે છે મિસાઇલ
ટ્રસ્ટ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા સુશાંત
આ ઓડિયોમાં ફાઇનેંશિયલ એડવાઇઝર્સએ સુશાંતને એક ટ્રસ્ટ બનાવવાની સલાહ આપી. આ ટ્રસ્ટના પૈસાને યોગ્ય રીતે મેનેજ કરવા અને રિસ્ક ઓછું કરીને સુરક્ષિત રોકાણ કરવાનું કામ કરતો. પરંતુ રિયાએ વચ્ચે જ એડવાઇઝર્સને પૂછ્યું 'માની લો જો અમે 10 રૂપિયા ટ્રસ્ટમાં લગાવ્યા છે પરંતુ અમે હવે અમાર પૈસાની એફડી અથવા મ્યુચુઅલ ફંડ બનાવવા માંગીએ છીએ. તો એવી સ્થિતિમાં શું અમને અમારા ટ્રસ્ટી એમ કરવા દેશે? તેના જવાબમાં એડવાઇઝર્સએ કહ્યું કે આ નિર્ણય તો ટ્રસ્ટી જ કરશે.
સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube