નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ બંધ છે અને સ્ટાર્સ પોતાના ઘરે છે. તેવામાં સિતારાઓ સોશિયલ મીડિયા પર લાઇવ વાતચીત અને ઇન્ટરવ્યૂ આપી રહ્યાં છે. હવે જ્યારે તમે ઘરમાં છો તો કોઈને કોઈનું વાતોની વચ્ચે આવવાનું બને છે અને સ્ટાર્સની સાથે આજકાલ આ ખુબ થઈ રહ્યું છે. સેફ અલી ખાન આ વાતનું નવું ઉદાહરણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સેફ અલી ખાન એક લાઇવ વીડિયો પર વાતચીત કરી રહ્યાં હતા તો અચાનક નવાબ તૈમૂર અલી ખાન આવીને તેમના ફોટો પર ટિપ્પણી કરવા લાગ્યો હતો. તેવામાં સેફનું રિએક્શન જોવા જેવું હતું. સેફ પુત્ર તૈમૂરની વાતથી એટલો કન્ફ્યૂઝ થઈ ગયો કે તેનો પ્રતિભાવ જોઈએ લોકો હસવા લાગ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર