નવી દિલ્હી : તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ હવે મહિલા આયોગ સુધી પહોંચી ગયોછે. આયોગે આ મામલામાં નાના પાટેકર અને ગણેશ આચાર્ય સહિત અન્યોને નોટિસ મોકલીને 10 દિવસની અંદર જવાબ આપવાનું કહ્યું છે. મહિલા આયોગે આ પૂછપરછ દરમિયાન હાજર રહેવા માટે તનુશ્રીને પણ આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર મહિલા આયોગની અધ્યક્ષ વિજયા રાહટકરે જણાવ્યું છે કે આયોગે પગલું ભરીને એ લોકોને નોટિસ મોકલી છે જેની સામે તનુશ્રીએ ફરિયાદ નોંધાવી છે. આ તમામ લોકોને 10 દિવસની અંદર હાજર થવાનું કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કર્યા પછી હવે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગમાં પણ ફરિયાદ નોંધાવી છે. ઇન્ડિયન પીનલ કોડની કલમ 354, 354(a), 34 અને 509 અંતર્ગત તનુશ્રીએ નાના પાટેકર, ગણેશ આચાર્ય, સામી સિદ્દીકી તેમજ ડિરેક્ટર રાકેશ સારંગ વિરૂદ્ધ રિપોર્ટ નોંધાવ્યો છે. આ સિવાય સંપત્તિની તોડફોડ અને ધમકી માટે તનુશ્રીએ મનસેના કાર્યકર્તાઓ વિરૂદ્ધ સીઆરપીસીની કલમ 154 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. 


તનુશ્રીએ 2008માં થયેલી આ ઘટનાનો ઉલ્લેખ ફરિયાદમાં વિસ્તારપૂર્વક કર્યો છે. તનુશ્રીએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે એ સમયે પોલીસે ફરિયાદ તો નોંધી પણ એમાં મેં જે વાતોનો ઉલ્લેખ કર્યો હતો એ નહોતી. મારી વાતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. વળી, આ ફરિયાદ મરાઠીમાં લખવામાં આવી હતી. મને કે મારા પિતાને મરાઠી નથી આવડતું પણ આમ છતાં અમારી સાથે આ વર્તન કરવામાં આવ્યું હતું. 


બોલિવૂડ એકટ્રેસ તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. કાયદાકીય કાર્યવાહીના સમાચારો મળ્યા બાદ નાનાએ પોતાના નિવાસે મીડિયા સાથે વાતચીત કરી હતી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. નાનાએ કહ્યુ કે, ’10 વર્ષ પહેલા જે સાચું હતું તે આજે પણ સાચું છે, મારે જે કહેવાનું હતું મેં તે કહ્યું, થેક્યુ વેરી મચ.’


નાનાએ તનુશ્રીએ લગાવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે, મીડિયા સાથે હું હંમેશા વાતચીત કરતો રહું છું પણ આ સમગ્ર મામલો બહુજ ગંભીર હોવાથી મારા વકીલે મને કંઈ ન બોલવાનું કહ્યં છે જેથી વિવાદ વધે નહી. જે કાલે સાચું હતું તે આજે પણ એટલું જ સાચું છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...