`સૈરાટ`ની સુપરસ્ટાર 17 વર્ષની રિંકુએ લીધો એવો નિર્ણય જે નથી લઈ શકતી મોટીમોટી હિરોઇનો
`સૈરાટ`ની સફળતા વખતે તેની વય 15 વર્ષની હતી
મુંબઈ : લોકપ્રિય મરાઠી ફિલ્મ "સૈરાટ"થી ભારે સફળ થયેલી એક્ટ્રેસ રિંકુ રાજગુરુ રાજકીય રીતે સક્રિય બની છે. રિપોર્ટ પ્રમાણે તેણે રાજ ઠાકરેની રાજકીય પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું સભ્યપદ લીધું છે. તેણે પાર્ટીની ફિલ્મ યુનિયન વિંગ જોઇન કરી છે. રિંકુ માત્ર 17 વર્ષની છે અને તેને જ્યારે 'સૈરાટ'ની સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો ત્યારે તેની વય 15 વર્ષની હતી. રિંકુ સાથે જ સૈરાટના ડિરેક્ટર નાગરાજ તેમજ ફિલ્મના હિરો આકાશ ઠોસરે પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું સભ્યપદ લીધું છે.
રિંકુ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલુજમાં જન્મી છે અને તેના પરિવારનો એક્ટિંગ સાથે કોઈ સંબંધ નથી. તે જ્યારે સ્કૂલમાં હતી ત્યારે પહેલીવાર 2013માં ડિરેક્ટર નાગરાજ મંજુલેને મળી હતી. ડિરેક્ટરને તેને ફિલ્મ માટે સિલેક્ટ કરી હતી અને રિંકુએ બહુ સારી એક્ટિંગ કરીને પોતાની જાતને સાબિત કરી હતી. રિંકુને આ ફિલ્મની એક્ટિંગ માટે સ્પેશિયસ જ્યુરી કેટેગરીમાં નેશનલ એવોર્ડ દેવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવનારી તે સૌથી નાની વયની હિરોઇન છે. આ સિવાય તેને ફિલ્મફેર મરાઠી એવોર્ડ, 2017 પણ મળી ચૂક્યો છે.
રિંકુએ પોતાની ફિલ્મી કરિયરની સાથેસાથે ભણતર પર ધ્યાન આપ્યું હતું જેના કારણે તેને એસએસસીમાં 66 ટકા માર્ક મળ્યા હતા. રિંકુને એક્ટિંગ સિવાય ડાન્સમાં પણ રસ છે. સૈરાટનું 2017માં કન્નડ વર્ઝન આવ્યું હતું જેમાં રિંકુનો લીડ રોલ હતો પણ આ ફિલ્મ સફળ નહોતી થઈ. આ ફિલ્મનું હિંદી વર્ઝન "ધડક" નામથી બનાવવામાં આવ્યું હતું જેમાં રિંકુનો રોલ જાન્હવી કપૂરે ભજવ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થઈ છે.