મુંબઈ : જો તમને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવાનો શોખ હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. નાણામંત્રી અરૂણ જેટલીના વડપણમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની મિટિંગમાં 33 વસ્તુઓ પર જીએસટી દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં પછી માહિતી આપવામાં આવી છે કે મનોરંજન માટે ફિલ્મ જોનારાઓ પાસેથી હવે ઓછો ટેક્સ લેવામાં આવશે. પહેલાં 100 રૂ. સુધીની ટિકિટ પર 18 ટકા ટેક્સ લગાવવામાં આવતો હતો પણ હવે 1 જાન્યુઆરીથી 12 ટકા ટેક્સ જ લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગણતરી પ્રમાણે હવે 90 રૂ.ની ટિકિટ પર 18 ટકાને બદલે 12 ટકા ટેક્સ લેવામાં આવે તો ટિકિટ ખરીદનારને 7.20 રૂ.નો ફાયદો થશે. જો તમે 100 રૂ. કરતા વધારે રેટની ટિકિટ લેતા હો તો 28 ટકાને બદલે 18 ટકા જ ટેક્સ દેવો પડશે. આમ, 250 રૂ. ની ટિકિટ લો તો 70 રૂ.ના બદલે 45 રૂ. જ ટેક્સપેટે આપવા પડશે. 


ઐશ્વર્યાની આરાધ્યા છે મમ્મીની ડુપ્લિકેટ ! ડાન્સના Video અને તસવીર જોવા કરો ક્લિક


શનિવારે વિજ્ઞાન ભવનમાં યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં આમ આદમી સંબંધિત અનેક ચીજવસ્તુઓના સ્લેબમાં ફેરફાર કરાયો છે. પરિષદની બેઠક બાદ નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, આજની બેઠકમાં કુલ 33 ચીજવસ્તુઓના GST દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યું કે, 7 વસ્તુઓને 28 ટાકાના સ્લેબમાંથી 18 ટકાના સ્લેબમાં લઈ જવામાં આવી છે. અન્ય ચીજ-વસ્તુઓનો GST દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવાયો છે. આજની બેઠકમાં ટીવી, કમ્પ્યૂટર મોનિટર, પાવર બેન્ક્સ, સિનેમા ટિકિટ જેવી આમ આદમીને લગતી ચીજ-વસ્તુઓના GST દરમાં ઘટાડો કરાયો હતો.


નાણા મંત્રી અરૂણ જેટલીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે, આ ઘટાડો કરવાથી સરકારની મહેસુલી આવકમાં જરૂર ઘટાડો થશે, પરંતુ તેના આમ આદમીને રાહત પહોંચાડવાનો સરકારનો ઈરાદો છે. હવે, 28 ટકાના GST સ્લેબમાં માત્ર 34 ચીજ-વસ્તુઓ જ બચી છે, જે તમામ લક્ઝરી આઈટમ્સ છે. સિમેન્ટ અને ઓટો પાર્ટ્સના GST દર અંગે આજની બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી. તેના દર અંગે આગામી બેઠકમાં નિર્ણય લેવાશે. ઘટાડવામાં આવેલા નવા દર 1 જાન્યુઆરી, 2019થી લાગુ થશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...