નવી દિલ્હી : સાઉથ સુપરસ્ટાર યશની પાછલા વર્ષે આવેલી ફિલ્મ ‘KGF’ સફળ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને બહુ પસંદ પડી હતી જેના કારણે ફિલ્મે 250 કરોડ જેટલો અધધધ બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ કન્નડ સિનેમાની સૌથી હિટ ફિલ્મોમાંથી એક સાબિત થઈ હતી. મેકર્સે હવે ‘KGF: ચેપ્ટર 2’નું ફર્સ્ટ લૂક પોસ્ટર ફેન્સ સાથે શેર કર્યું છે. આ ફિલ્મમાં વિલન અધિરાના રોલમાં સંજય દત્તને સાઇન કરવામાં આવ્યો છે. અધિરાના પાત્રમાં સંજય દત્ત એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે સંજય દત્તના બર્થડે પર આ પોસ્ટર શેર કર્યું છે. સંજય દત્તે પોતે ટ્વીટર પર લખ્યું છે, થેંક્યુ અને કેજીએફનો ભાગ બનીને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...