મુંબઈ : બોલિવૂડના સૌથી હોટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાના લગ્નની તારીખની જાહેરાત કરી દીધી છે અને સોશિયલ મીડિયામાં ઇન્વિટેશન કાર્ડ પણ શેયર કર્યું છે. આ જાહેરાત પછી ચાહકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. હવે આ જોડી પોતાના લગ્નને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડવા નથી માગતી અને આ કારણે દીપિકા અને રણવીર લગ્ન પછી બે રિસેપ્શન રાખવાના છે. આ એક રિસેપ્શન મુંબઈમાં અને બીજું બેંગ્લુરુમાં યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇશા અંબાણીના સંગીતમાં નાચશે બિયોન્સે ! ફી જાણીને ઉડી જશે હોંશ


દીપિકા અને રણવીર પોતાનું પહેલું રિસેપ્શન  28-29 નવેમ્બરે બેંગ્લુરુમાં રાખશે. દીપિકા બેંગ્લુરુમાં ઉછરી હોવાના કારણે આ રિસેપ્શનમાં દીપિકાના સ્કૂલ અને કોલેજ ફ્રેન્ડ પણ  હાજરી આપશે. આ જોડીનું બીજું રિસેપ્શન મુંબઈમાં હોટેલ ગ્રાન્ડ હયાત ખાતે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના દિવસે યોજાશે. મુંબઈના રિસેપ્શનમાં લગભગ 3000 હસ્તીઓ હાજરી આપશે. 


Koffee With Karan Season 6 Episode 1: આલિયા અને દીપિકાએ કર્યા પાંચ મોટા ખુલાસા


રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 15 નવેમ્બર, 2013ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર દીપિકાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. દીપિકા-રણવીરની લવસ્ટોરી આ ફિલ્મના સેટ પર જ શરૂ થઈ હતી અને એટલે જ આ ફિલ્મની રિલીઝ ડેટ બંને માટે ખાસ છે. હવે તેમણે આ તારીખને જ પોતાનો લગ્નની તારીખ તરીકે પસંદ કરી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...