નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા ઘણા દિવસથી બીમાર હતા. તેમની બેંગ્લુરુની એક હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. ફરાઝ ખાનના નિધનની જાણકારી અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી. ફિલ્મ મહેંદીમાં ફરાઝ ખાને રાણી મુખરજી સાથે કામ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી જાણકારી
ફરાઝ ખાનના નિધનની જાણકારી અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી. કહ્યું કે ભારે હ્રદય સાથે જણાવી રહી છું કે ફરાઝ ખાન પણ આપણને બધાને છોડીને જતા રહ્યા. આશા છે કે તેઓ હવે વધુ સારી દુનિયામાં હશે. તમે બધાએ જે મદદ કરી તે માટે આભાર. જ્યારે ફરાઝના પરિવારને સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે બધા મદદ માટે આગળ આવ્યા. ફરાઝના પરિવારને દુઆઓમાં યાદ રાખજો. ફરાઝની જગ્યા કોઈ ભરી શકશે નહીં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube