Netflix પર આવેલી આ ફિલ્મ જોનાર રાત્રે નથી સુઈ શકતાં એકલા, હિંમત હોય તો જ જોવી ફિલ્મ
Viking Wolf Film: હોરર ફિલ્મોના શોખીન વચ્ચે હોરર ફિલ્મ વાઈકિંગ વુલ્ફ ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મ એટલી ભયંકર છે કે જોનારની રાતની ઊંઘ ઉડાડી દે. ફિલ્મ જોયા પછી કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવ શેર કર્યા છે અને જણાવ્યું છે કે આ ફિલ્મ જોયા પછી તેમને એકલા સુતા પણ ડર લાગે.
Viking Wolf Film: ઘણા લોકો ઓટીટી પ્લેટફોર્મ ઉપર હોરર ફિલ્મો જોવાના શોખીન હોય છે. તેઓ નવી નવી હોરર ફિલ્મો શોધતા હોય છે. હોરર ફિલ્મોના શોખીન વચ્ચે હોરર ફિલ્મ વાઈકિંગ વુલ્ફ ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મ એટલી ભયંકર છે કે જોનારની રાતની ઊંઘ ઉડાડી દે. ફિલ્મ જોયા પછી કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવ શેર કર્યા છે અને જણાવ્યું છે કે આ ફિલ્મ જોયા પછી તેમને એકલા સુતા પણ ડર લાગે.
આ હોરર ફિલ્મ જોયા બાદ લોકોના મનમાં ડર જોવા બેસી જાય છે. ફિલ્મમાં હિંસાના ઘણા દ્રશ્યો છે જે તેને વધુ ભયંકર બનાવે છે. ફિલ્મની સ્ટોરી 17 વર્ષની યુવતીની છે જે વેરવુલ્ફ બની જાય છે. આ યુવતી તેના પરિવાર સાથે નોર્વેના શહેરમાં રહેવા જાય છે. તે નવા શહેરમાં એડજસ્ટ થવા અને મિત્રો બનાવવા માટે સતત પ્રયાસ કરે છે.
આ પણ વાંચો:
છોકરીઓ તો શું છોકરાઓ પણ નથી બાકાત.. કાસ્ટિંગ કાઉચ અંગે ફહમાન ખાનનો ચોંકાવનારો ખુલાસો
મીકા સિંહના ગીત પર રોમેન્ટિક થઈ નાચ્યા રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડા, સગાઈનો Video
Raghav Kiss Parineeti: રાઘવ ચઢ્ઢાએ મહેમાનોની સામે કરી પરિણીતીને Kiss, વીડિયો વાયરલ
તેવામાં તેને જોનસ નામના વ્યક્તિની પાર્ટી માટે આમંત્રણ મળે છે. આ પાર્ટીમાં યુવતી અને તેના અન્ય ત્રણ મિત્રો પર એક રાક્ષસ હુમલો કરે છે અને એક યુવતીને નિર્દયતાથી મારી નાખે છે.થેલને પણ આ પ્રાણી કરડે છે અને પછી તે વેરવુલ્ફ બની જાય છે. પૂનમની રાત્રે તે લોહી તરસ્યું વુલ્ફ બની જાય છે અને તેના જ મિત્રને ખાય જાય છે. ફિલ્મનો આ સીન સૌથી ખતરનાક હોવાનું ફિલ્મ જોનાર લોકોનું કહેવું છે.
આ હોરર ફિલ્મને લઈને ટ્વિટર પર અનેક કોમેન્ટ્સ થઈ રહી છે. લોકોનું કહેવું છે કે નેટફ્લિક્સ પર આ ફિલ્મ જોયા પછી લોકો રાત્રે બરાબર ઉંઘી શકતા નથી. લોકોએ આ ફિલ્મને વિચિત્ર ડરાવે તેવી કહી છે.જો કે નેટફ્લિક્સ પર આ ફિલ્મ સિવાય પણ ઘણી હોરર ફિલ્મો છે જેને જોનાર ગભરાઈ જાય છે. જેમાં સાઉથ કોરિયન થ્રિલર ફિલ્મ ધ કોલનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ 2020માં આવી હતી.