નવી દિલ્હીઃ કોરોનાને કારણે આશરે 6 મહિનાથી સિનેમાઘરોમાં સન્નાટો છે. હવે 15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન ખુલવા જઈ રહ્યાં છે. તેવામાં ફિલ્મના ચાહકો મોટા પડદા પર પોતાની ફેવરિટ ફિલ્મ જોવા માટે આતુર છે. પરંતુ સિનેમાહોલ ખુબ સાવચેતી સાથે ચલાવવામાં આવશે. તેમાં માત્ર 50 ટકા લોકો બેસી શકશે. મલ્ટીપ્લેક્સ માલિકોની ઘણા સમયથી આવક બંધ છે. તેવામાં હવે માલિકોએ આગળના ત્રણ મહિના સુધીનો પ્લાન તૈયાર કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવેમ્બરઃ એક રિપોર્ટ પ્રમાણે નવેમ્બર મહિનામાં ઇન્દુની જવાની, બંટી અને બબલી 2, છલાંગ, સંદીપ અને પિંકી ફરાર, 99 સોન્ગ્સ, મિમી, ટેનેટ જેવી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થશે. 


ડિસેમ્બર
ડિસેમ્બર મહિનામાં ''83'', રૂહી અફઝાના, ડેથ ઓન ધ નાઇલ, વન્ડરવુમન, ડ્યૂન રિલીઝ થશે. 


15 ઓક્ટોબરથી ફરી એકવાર શરૂ થશે થિયેટર, આ રીતે કરવામાં આવશે સીટિંગ વ્યવસ્થા


જાન્યુઆરી
જાન્યુઆરીમાં અક્ષય કુમારની સૂર્યવંશી, સરદાર ઉધમ સિંહ, કેજીએફ2, આધાર, રામ પ્રસાદ કી તેરહવી, પીટર રેબિટ, એવરીબડી ઇઝ ટોકિંગ અબાઉટ જૈરી રિલીઝ થશે. 


દિવાળી
દિવાળી પર સૂરજ પર મંગલ ભારી રિલીઝ થઈ રહી છે. તો અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ પણ આ સમયે મોટા પડદા પર રિલીઝ થવાની છે. 


15 ઓક્ટોબર બાદ જોઈ શકશો ફિલ્મો
રિપોર્ટ પ્રમાણે દિલ્હી સર્કિટમાં 16 ઓક્ટોબર વાળા વીકેન્ડમાં વોર, તાન્હાજી, શુભ મંગલ જ્યાદા સાવધાન, થપ્પડ, પેરાસાઇટ અને જોન વિક જેવી ફિલ્મો રિલીઝ થશે. તો સુશાંતની ફિલ્મ છિછોરે સિવાય 28 ફેબ્રુઆરીથી 8 મહિના પહેલા સુધી રિલીઝ થયેલી ફિલ્મો કેટલાક સિનેમાઘરોમાં દેખાડવામાં આવી શકે છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube