નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સંજય દત્તની ફિલ્મ ‘મુન્નાભાઇ એમબીબીએસ’ બોક્સ ઓફિસ પર ઘણી હિટ સાબિત થઇ હતી અને લોકોને પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. લોકોની પ્રતિક્રિયા જોઇને મુન્નાભાઇ એમબીબીએસનો પાર્ટ-2 પણ બનાવ્યો હતો. જેનું નામ ‘લગે રહો મુન્નાભાઇ’ હતું. આ ફિલ્મના બીજા પાર્ટને પણ લોકોએ ઘણો પસંદ કર્યયો હતો. હવ સમાચાર એવા છે કે ડાયરેક્ટર રાજકુમાર હિરાની આ ફિલ્મનો ત્રીજો પાર્ટ પણ બનાવવાના છે, પરંતુ આ બધા વચ્ચે એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: BOX OFFICE પર 16માં દિવસે સિંબાની કમાણી પહોંચી 350 કરોડને પાર


1 જાન્યૂઆરી 2016 થી છે ગુમ
જો તમને યાદ હોય તો, મુન્નાભાઇમાં એક સપોર્ટિંગ એક્ટર વિશાલ ઠક્કરનો રોલ જબરદસ્ત હતો, જે ફિલ્મમાં વારંવાર સુસાઇટ કરવાનો પ્રયાસ કરે છે અને પછી સંજય દત્ત એટલે કે મુન્નાભાઇ તેને પોતાના અંદાજમાં સમજાવવામાં સફળ થાય છે. ત્યારે વિશાલ ઠાકુર 2016થી ગાયબ છે. અમારી સહયોગી વેબસાઇટ ડીએનએમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર વિશાલ ઠક્કર ગત ત્રણ વર્ષથી ગાયબ છે અને પોલીસ હજૂ સુધી વિશાલની કોઇપણ જાણકારી મેળવવામાં નિષ્ફળ રહી છે. રિપોર્ટના અનુસાર, વિશાલને છેલ્લી વખત 1 જાન્યૂઆરી 2016ની સવારે 11:45 વાગે તેની ગર્લફ્રેન્ડની સાથે જોવામાં આવ્યો હતો.


વધુમાં વાંચો: જુઓ જ્યારે પ્રિયા પ્રકાશ વોરિયરે લીધી Ranveer Singh સાથે સેલ્ફી


31 ડિસેમ્બર 2015થી નથી પરત ફર્યો ઘરે
આ પહેલા 31 ડિસેમ્બર 2015 એ વિશાલ તેની માતા પાસેથી ફિલ્મ જોવા માટે 500 રૂપિયા લઇને ઘરથી બહાર નિકળ્યો હતો. અને પછી તેના પિતાને કોલ કરી જણાવ્યું હતું કે રાત્રે તે ઘરે આવશે નહીં, કેમકે તે પાર્ટીમાં જઇ રહ્યો છે. ત્યાર પછીથી તે અત્યારસુધી તેના ઘરે પરત ફર્યો નથી. પોલીસે વિશાલની ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેમાંથી પણ વિશાલ વિશે કોઇ જાણકારી પોલીસને મળી ન હતી.


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...