નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સિરિયલ કિસરના નામથી ફેમસ છે. તેણે સિલ્વર સ્ક્રીન પર ઘણી અભિનેત્રીઓ સાથે રોમેન્ટિક સીન કર્યા છે. પરંતુ એકવાર તેની સાથે કંઈક એવું થયું કે તે કિસિંગ સીન દરમિયાન શરમથી લાલ થઈ ગઈ ગયા. હકીકતમાં, ફિલ્મ 'અઝહર'ના સેટ પર ડાયરેક્ટરના કટ બાદ પણ નરગિસ ફખરીએ તેને કિસ કરવાનું ચાલુ રાખ્યું, ત્યારબાદ તે પણ શોક્ડ થઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાનને પાંચ વખત કરવી પડી હતી કિસ 
જોકે આ વર્ષ 2016ની વાત છે, જ્યારે ઈમરાન હાશ્મી અને નરગીસ ફખરીની ફિલ્મ 'અઝહર' રીલિઝ થઈ હતી. ફિલ્મના ગીત 'બોલ દો ના જરા'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ગીતનો એક મેકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નરગીસ અને ઈમરાન કિસિંગ સીન વિશે વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં નરગીસ ફખરી (Nargis Fakhri) કહે છે, 'મારે ઈમરાનને પાંચ વખત કિસ કરવી પડી હતી અને તેના માટે હું એકસ્ટ્રા ચાર્જ શરૂ કરવાની હતી. કારણ કે મને એવું લાગવા લાગ્યું કે તે મારા કોન્ટ્રાક્ટમાં ન હતું. તે આગળ કહે છે, હું જાણું છું કે ઈમરાન તેને લઇને ખૂબ જ ખુશ હતો, જોકે તેણે એવી એક્ટિંગ કરી કે 'હે ભગવાન, મને ખરેખર ખબર નહોતી કે શું થઈ રહ્યું છે.' તે ખરેખર જૂઠો છે અને તેને તે પસંદ છે'.

Kissing Scene દરમિયાન કંટ્રોલથી બહાર થઇ ગયા સ્ટાર, કટ કહ્યા બાદ પણ રોકાયા નહી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube