નવી દિલ્હી : ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) આગામી સમયમાં પિતા બનવા જઇ રહ્યો છે. તેણે પોતાની મંગેતર નતાશા સ્ટૈનકોવિચની (Natasa Stankovic) પ્રેગનેન્સી અંગે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે અને જાહેરાત કરી છે કે, ટુંક જ સમયમાં તેમના ઘરે નાનો મહેમાન પણ આવવાનો છે. તેણે લખ્યું કે, મારી અને નતાશાની સફર ખુબ જ સારી રહી અને હવે તે વધારે સારી થવા જઇ રહી છે. અમે તે બાબતે ઉત્સાહિત છીએ કે અમે એક નવા જીવને અમારા જીવનમાં સમાવિષ્ટ કરવા જઇ રહ્યા છીએ. હું મારા જીવનના આ નવા દોર મુદ્દે ખુબ જ રોમાચિંત છું. અમે તમારા આશિર્વાદ અને શુભકામનાઓ ઇચ્છીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલથી શરૂ થશે 200 વિશેષ ટ્રેન, RAC અને વેટિંગ લિસ્ટ માટે બનાવાયા છે ખાસ નિયમ


મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી વધાર્યું Lockdown, 3 જૂનથી મળશે સશર્ત છુટછાટ

વારંવાર વિવાદોના કારણે સમાચારોમાં રહેતા હાર્દિક પંડ્યાએ ગત્ત વર્ષનો અંતિમ સમયગાળો દુબઇમાં પસાર કર્યો હતો. નતાશા સાથે જ સગાઇ કરી હતી. 1 જાન્યુઆરી 2020ના નવા વર્ષા પ્રસંગે તેણે ઇંસ્ટાગ્રામ દ્વારા લોકોને પોતાની સગાઇ અંગે માહિતી આપી હતી અને તસ્વીરો પોસ્ટ કરી હતી. આ ઉપરાંત નતાશા વર્ષ 2020માં હાર્દિકનાં ઘરે જ હોળી પણ મનાવી હતી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube