મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી વધાર્યું Lockdown, 3 જૂનથી મળશે સશર્ત છુટછાટ
Trending Photos
મુંબઇ : મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનને 30 જુન સુધી વધારી દેવામાં આવ્યો છે. તેને મિશન બિગન અગેનનું (Mission Begin Again) નામ આપવામાં આવ્યું છે. આ વખતે અનલોક 1.0 માં કેટલીક શરતોની સાથે અનેક સ્થળો પર છુટ આપવામાં આવી રહી છે. પહેલા ફેસની શરૂઆત 3 જુનથી કરવામાં આવશે. જો કે કંટેનમેન્ટ ઝોનમાં કડકાઇથી લોકડાઉન ચાલુ રહેશે, માત્ર જરૂરી વસ્તુઓની આપૂર્તિની અનુમતી હશે. સમગ્ર રાજ્યમાં કર્ફ્યું ચાલુ રહેશે.
અનલોક 1માં મળશે આ પ્રકારની છુટછાટ
- લોકો જોગિંગ, સાયકલિંગ, રનિંગ કરી શકશે. તેના માટે સરકારી જગ્યાઓ જેવી કે ગ્રાઉન્ડ, ગાર્ડન, બીચ પર જવા માટેની પરવાનગી રહેશે.
- બીચ પર જવાની પરવાનગી હશે.
- પ્લમ્બર, ઇલેક્ટ્રીશિયન, પેસ્ટ કંટ્રોલ સહિતની કામગીરીને અનુમતી હશે.
- ગેરે ખોલવાની પરવાનગી અપાઇ છે.
- સરકારી સંસ્થાઓ 15 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત થશે.
બીજા ફેઝની શરૂઆત 5 જુનથી થશે.
- માર્કેટિંગ એરિયા, દુકાનને ઓડ ઇવન ડે ખોલવાની પરવાનગી હશે.
- સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. જો તેનું પાલન નહી થાય તો માર્કેટ બંધ થઇ શકે છે.
- ટેક્સી, રિક્શા, કેબને સીમિત પ્રવાસીઓ સાથે જવાની અનુમતી આપવામાં આવશે.
ત્રીજા તબક્કાની શરૂઆત
- ખાનગી ઓફીસ 10 ટકા કર્મચારીઓની સાથે ચાલી શકે છે.
- જિલ્લાની અંદર પણ 50 ટકા પ્રવાસીઓની સાથે બસ ચલાવવાની પરવાનગી
- એક જિલ્લાથી બીજા જિલ્લામાં બસોનું સંચાલન નહી થાય
આ સેવાઓ બંધ રહેશે
- મોલ ખોલવાની પરવાનગી નહી હોય
- સ્કુલ અને શૈક્ષણીક સંસ્થાઓ, મેટ્રો, આંતરરાષ્ટ્રીય પ્રવાસ, પેસેન્જર ટ્રેન, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ નહી ખુલે.
- ધાર્મિક સંસ્થાઓ અને સ્થળ પણ ખુલશે.
- સ્કુલ કોલેજ અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે