મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) મોત કેસમાં રિયા ચક્રવર્તીના ઘર પર NCBની ટીમે દરોડા પાડ્યા છે. NCBની ટીમ સવારે લગભગ 6:30 વાગે રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી હતી. રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક ચક્રવર્તી ડ્રગ કેસમાં સંકળાયેલા હોવાનું વોટ્સએપ ચેટથી બહાર આવ્યું છે. NCBની સાથે મુંબઇ પોલીસની ટીમ પણ હાજર છે. રિયાના ઘર પર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાક્ષીએ કર્યો ખુલાસો, કહ્યું- 'બચી શકતો હતો સુશાંતનો જીવ'


એનસીબીના ડેપ્યુટી ડાઈરેક્ટર પણ ટીમ સાથે રિયાના ઘરે પહોંચ્યા છે. એનસીબીની ટીમે ડ્રગ પેડ્લરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ડ્રગ પેડ્લર જૈદે શોવિક અને સેમ્યુઅલ મિરાન્ડાનું નામ લીધુ છે. 


અત્રે જણાવવાનું કે રિયા અને તેના ભાઈ શોવિક વચ્ચેની માર્ચ 2020ની એક વોટ્સએપ ચેટ બહાર આવી છે. જેમાં રિયા કોઈ વ્યક્તિ અંગે જણાવી રહી છે કે તે દિવસમાં 4વાર ડ્ર્ગ્સ ભરેલી સિગરેટ પીવે છે. આ ચેટમાં રિયા સીધે સીધુ ડ્રગ્સની માગણી કરતી જોવા મળી છે. રિયા ભલે ડ્રગ્સ લેવાનો ઈન્કાર કરે પરંતુ તેની વધુ એક ડ્રગ્સ ચેટ બહાર આવી છે. જેમાં તે ભાઈ શોવિક પાસે ડ્રગ્સની માગણી કરે છે. 


કંગનાનો મોટો આરોપ- સંજય રાવતે આપી મુંબઈ પરત ન આવવાની ધમકી


એનસીબીએ આ કેસમાં 2 ડ્રગ્સ પેડલરની ધરપકડ કરેલી છે. જે લોકોએ રિયાના ભાઈ શોવિકના નામનો ખુલાસો કર્યો હતો. આ સાથે જ એનસીબીને એવા પણ પુરાવા મળ્યા છે કે શોવિક અનેક ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતો. આ અગાઉ સુશાંત કેસમાં સીબીઆઈએ રિયાના પિતાની લગભગ સાડા પાંચ કલાક પૂછપરછ કરી હતી. સુશાંત કેસમાં ઈડીની પૂછપરછ પણ ચાલુ છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube