નવી દિલ્હીઃ ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે મુંબઈમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે સર્ચ કર્યું છે. જ્યાં એનસીબીને ડ્રગ્સ મળ્યું છે. તેના પર ટીમે કરિશ્મા પ્રકાશને સમન મોકલીને મંગળવારે રજૂ થવા માટે કહ્યું હતું પરંતુ તે હાજર ન થઈ. એનસીબીની ટીમને એક ડ્રગ પેડલરની સાથે તેનું કનેક્શન મળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા એનસીબીની ટીમ કરિશ્મા પ્રકાશની બે વખત પૂછપરછ કરી ચુકી છે. એકવાર દીપિકા પાદુકોણની સામે બેસાડીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. હકીકતમાં બંન્ને વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી. 


મહત્વનું છે કે દીપિકા પાદુકોણે એનસીબીને જણાવ્યું હતું કે માલ નામનો ઉપયોગ એક ખાસ પ્રકારની સિગારેટ માટે કરતી હતી. તે મોટી સિગારેટ અને નાની સિગારેટ માટે પણ ખાસ કોડ ભાષાનો ઉપયોગ કરે છે. 


VIDEO: 'બિગ બોસ 14'માં આ બોલ્ડ અભિનેત્રીની એન્ટ્રીની આતુરતાથી જોવાઈ રહી છે વાટ


દીપિકા પાદુકોણની મેનેજરના રૂપમાં કામ કરનારી કરિશ્મા પ્રકાશ ક્વાન નામની એક સેલિબ્રિટીવ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40થી વધુ બોલીવુડ સેલિબ્રિટીને ટેલેન્જ મેનેજર ઉપલબ્ધ કરાવે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ આ કંપની માટે કામ કરતી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube