VIDEO: 'બિગ બોસ 14'માં આ બોલ્ડ અભિનેત્રીની એન્ટ્રીની આતુરતાથી જોવાઈ રહી છે વાટ

અભિનેત્રીના વીડિયો જોઈને ભલભલા પાણી પાણી થઈ જાય છે. ત્યારે ટીઆરપી મામલે સતત ગગડી રહેલા 'બિગ બોસ 14' શોને શું આ હોટ અભિનેત્રીની બોલ્ડનેસ બચાવી શકશે?

Updated By: Oct 27, 2020, 01:37 PM IST
VIDEO: 'બિગ બોસ 14'માં આ બોલ્ડ અભિનેત્રીની એન્ટ્રીની આતુરતાથી જોવાઈ રહી છે વાટ

80 અને 90ના દાયકાની બોલ્ડ અભિનેત્રી સપના સપ્પુ બહુ જલદી સલમાન ખાનના વિવાદિત શો 'બિગ બોસ 14'માં એન્ટ્રી મારવાની છે. તેની એન્ટ્રીને લઈને બધા ઉત્સાહિત છે. કારણ કે ઈન્ટરનેટ પર વાયરલ થયેલા તેના વીડિયો સાક્ષી પૂરે છે કે તે ભાઈજાનના શોમાં બોલ્ડનેસનો જબરદસ્ત વધારો કરવાની છે. જો તમને વિશ્વાસ ન હોય તો આ વાયરલ વીડિયો જોઈ લો. આ વીડિયોમાં સપના સપ્પુ એક બોલ્ડ સીનનું શૂટિંગ કરતી જોવા મળે છે. તેની અદાઓ જોઈને ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે કહેશે કે 'બિગ બોસ 14'માં તેની એન્ટ્રી બાદ માહોલ જામશે નહીં. 

અત્રે જણાવવાનું કે સલમાન ખાનના વિવાદિત શો બિગ બોસ 14ને આ વખતે દર્શકોને જોઈએ એટલો પ્રેમ મળી રહ્યો નથી. હાલમાં જ જાહેર થયેલા ટીઆરપી રેટિંગ મુજબ આ શો ટોપ 5માં પણ જગ્યા બનાવી શક્યો નથી. જ્યારે ટીવી કલાકાર રૂપા ગાંગુલીની સીરિયલ અનુપમા નંબર વન પર પહોંચી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

coming soon on @flizmov

A post shared by Sapna Sappu (@sapnasappuofficial) on

ટીઆરપી મેળવવા માટે બિગ બોસમાં કન્ટેસ્ટન્ટ અને મેકર્સે ખુબ અલગ અલગ પેંતરા અજમાવ્યા પરંતુ કોઈ ચાલ સફળ નીવડતી જોવા મળતી નથી. ત્યારે જોવાનું એ રહેશે કે આ સપના સપ્પુની એન્ટ્રી બિગ બોસને ફળશે કે નહીં?