મુંબઇ : અભિનેત્રી અને નિર્માતા નીતૂ ચંદ્રા બિહારમાંથી આવેલી છે અને તે પોતાની ભોજપુરીનું અપમાન ક્યારે પણ સહન કરી શકે નહી. હાલમાં જ તેણે સિદ્ધાર્થ મલ્હોત્રાની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી. બિગબોસ 11માં આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. જ્યારે શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, મનોજ વાજપેયી અને રકુલ પ્રીત પોતાની ફિલ્મ અય્યારીનાં પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન સલમાને ટીમને એક ટાસ્ક કરવા માટે આપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનોજે સિદ્ધાર્થને ભોજપુરીમાં ડાયલોગ બોલવા માટે કહ્યું હતું. સિદ્ધાર્થે ડાયલોગ તો બોલી દીધો, પરંતુ ભોજપુરી ભાષાનું અપમાન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ બોલતા સમયે તેમને ટોઇલેટ જેવી ફીલ આવી હતી, પરંતુ ઘણુ સારુ લાગ્યું. સિદ્ધાર્થની આ વાતથી નીતૂ ભડકી ઉઠી હતી. તેની દ્રષ્ટીએ સિદ્ધાર્થે ભાષાની માન મર્યાદાનું ધ્યાન રાખવું જોઇએ. તેમણે ટ્વીટ કર્યું, કોઇ કઇ રીતે નેશનલ ટીવી પર આ રીતે બોલી શકે છે.


ભોજપુરી એક સન્માનીત ભાષા છે. સમગ્ર દેશમાં લાખો લોકો ભોજપુરી બોલે છે.મનોજ વાજપેયી પોતે પણ બિહારમાંથી આવે છે અને ભોજપુરી બોલે છે. આ દેશની પ્રાચીન ભાષાઓ પૈકીની એક છે. એટલે સુધી કે કબીર અને પ્રેમચંદ જેવા પ્રખ્યાત સાહિત્યકારોએ પોતાની પ્રથમ રચનાઓ ભોજપુરીમાં લખી હતી. કોઇ કલાકાર આનું અપમાન કઇ રીતે કરી શકે.