મુંબઈઃ નીતૂ કપૂરનો 8 જુલાઈએ જન્મદિવસ છે. બધા તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે. તેમની પુત્રી રિદ્ધિમા કપૂરે પણ નીતૂ કપૂરને જન્મદિનની શુભેચ્છા આપી છે. રિદ્ધિમાએ ભાઈ રણબીર અને માતા માતા નીતૂની સાથે ફોટો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રી રિદ્ધિમાએ નીતૂ કપૂરને આપી શુભેચ્છા
ફોટો શેર કરતા રિદ્ધિમાએ લખ્યુ- હેપ્પી બર્થડે મારી આયરન લેડી. લવ યૂ માતા. આ સિવાય રિદ્ધિમાએ અન્ય એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરતા રિદ્ધિમાએ લખ્યું Mom’s bday eve dinner. ફોટોમાં નીતૂ અને રિદ્ધિમા પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. 


સિંગર અમિત ત્રિવેદીએ સુશાંત સિંહ રાજપૂત પર આપ્યું નિવેદન, કહ્યું- હું નેપોટિઝમનો શિકાર...

થોડા સમય પહેલા રિદ્ધિમા કપૂરે પોતાના ન્યૂ હેયરકટ શેર કર્યા હતા. રિદ્ધિમાને નવો હેર લુક પોતાના માતા નીતૂએ આપ્યો હતો. નીતૂ કપૂર પોતાની પુત્રીના હેયર સ્ટાઇલિસ્ટ બન્યા હતા. રિદ્ધિમાએ ઇન્સ્ટા સ્ટોરી પર પોતાનો નવો લુક શેર કર્યો હતો. પોતાના નવા લુકને શેર કરતા રિદ્ધિમાએ લખ્યું હતું- જ્યારે તમારા માતા હેરકટમાં એક્સપર્ટ હોય છે. તેણે આ નવા લુક માટે માતાનો આભાર પણ માન્યો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube