ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા (Neha Dhupia) પોતાના બિન્દાસ અંદાજ માટે પોપ્યુલર છે. તે બિન્દાસપણે પોતાનો મત મૂકે છે. નેહા લોકડાઉનથી પહેલા એમ ટીવી શો રોડીઝ(Mtv Roadies) માં તે જજ તરીકે નજર આવી હતી. એક ઓડિશન દરમિયાન તેઓએ એક સ્પર્ધકને એવી વાત કરી કે, લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી હતી. આ વિશે નેહાએએકવાર ફરીથી પોતાની વાત મૂકી અને સ્પષ્ટતા કરી હતી. 


2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિષય પર નેહા ધૂપિયાએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, કોઈને પણ ટ્રોલ થવુ પસંદ નથી અને આ ફેક્ટને પણ કોઈ અવગણી શક્તુ નથી કે તમે કોઈ ભૂલ નથી કરી. જ્યારે તમે જાગો છો અને તમને અપમાનનો અહેસાસ થાય છે અને તેના બાદ તેઓ માત્ર તમને નીચા બતાવવા માંગે છે, પરંતુ તમારા પરિવાર અને વ્યક્તિગત જિંદગીને પણ વચ્ચે લઈ આવે છે. નેહાએ આગળ જણાવ્યું કે, હું માત્ર સ્ટેન્ડ લઈ રહી હતી. મને જે પણ કહેવાનુ હતું તે મેં મારા નિવેદનમાં કહી દીધું હતું. તેથી મને નથી લાગતું કે, મારી પાસે હવે કહેવા માટે બીજું પણ કંઈ છે. શું હું હંમેશા ઘરેલુ હિંસાની વિરુદ્ધ ઉભી રહીશ. હા, હું જરૂર ઉભી રહીશ. 


અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર