નવી દિલ્હી : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ નેટફ્લિક્સ સાથે એક ડીલ કરી છે. આ ડીલ અંતર્ગત હવે તેઓ નેટફ્લિક્સ માટે ટીવી શો અને ફિલ્મ પ્રોડ્યુસ કરશે. નેટફ્લિક્સ દ્વારા આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ડીલ અંતર્ગત ઓબામા અને પત્ની મિશેલ સ્ક્રિપ્ટેડ અને અનસ્ક્રિપ્ટેડ સિરીઝ પર કામ કરશે. તેઓ ડોક્યુમેન્ટ્રી અને ફિચર ફિલ્મોનું પણ નિર્માણ કરશે. બરાક ઓબામા આ નવા પ્રોજેક્ટ વિશે બહુ ઉત્સાહિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તામિલનાડુ : વેંદાતા સામે જનઆંદોલન બન્યું હિંસક, પોલીસ ફાયરિંગમાં 9 મોત


બરાક ઓબામાએ કહ્યું છે કે પબ્લિક સર્વિસમાં અમારા માટે આ કામ કોઈ ખુશીથી ઓછું નથી. આ કામ દરમિયાન અમને અનેક લોકોને મળવાની તક મળી છે તેમજ જીવનમાં ઘણું જોયું છે જેની અલગ વાર્તા છે. અમે અમારા અનુભવો લોકો સુધી પહોંચાડીશું. આ પ્રોજેક્ટ વિશે મિશેલે કહ્યું છે કે હું અને બરાક હંમેશા સ્ટોરી ટેલિંગમાં માનીએ છીએ અને અમને લાગે છે કે એનાથી લોકોને પ્રેરણા મળે છે તેમજ તેમની વિચારવાની ક્ષમતા વધે છે. 


બોલિવૂડના વધારે સમાચાર જાણવા કરો ક્લિક