દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ પણ લગ્ન માટે તૈયાર, પત્ની છે ગજબની ખૂબસુરત
દીપિકા અને નિહાર પંડ્યા પોતાની કરિયરની શરૂઆતમાં ડેટિંગ કરી રહ્યા હતા
મુંબઈ : બોલિવૂડમાં ગયા વર્ષે અનેક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાઈ હતી. હવે 2019માં પણ અનેક સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બોલિવૂડમાંથી મળેલી અપડેટ પ્રમાણે દીપિકા પાદુકોણનો એકદ્સ બોયફ્રેન્ડ બહુ જલ્દી ગાયિકા નીતિ મોહન સાથે લગ્ન કરવાનો છે. નીતિ ગજબની ખૂબસુરત છે અને સાથેસાથે ટેલેન્ટેડ સિંગર પણ છે. નિહાર અને નીતિ લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા અને હવે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે.
[[{"fid":"199568","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
મુંબઈ મિરર સાથે વાત કરતી વખતે નિહારના મિત્રએ આ વાતે સાચી ગણાવી છે. તેણે કહ્યું છે કે ''નિહાર અને નીતિ પોતાના સંબંધો અને લગ્નના આયોજનની ચર્ચા કરવાનું ટાળી રહ્યા છે. બંને ઇચ્છે છે કે આ લગ્ન એક પ્રાઇવેટ ફંક્શન હોય. આ સંજોગોમાં નિહાર અને નીતિ આ વાત પર પડદો રાખી રહ્યા છે. જોકે આ બંને ફેબ્રુઆરીમાં લગ્ન કરી લે એવા પાકા પાયે સમાચાર છે.''
સોનુ સુદે શું કામ તાણી છે ઝાંસી કી રાની સામે તલવાર ? પોતાના મોંથી કર્યો ચોંકાવનારો ખુલાસો
નિહારની કરિયરની વાત કરીએ તો એ પોતાની બોલિવૂડ એન્ટ્રી માટે તૈયાર છે. તે કંગના રનૌતની આગામી બિગ બજેટ ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'માં મહત્વના રોલમાં જોવા મળશે. નીતિની વાત કરીએ તો એ બોલિવૂડની ફેમસ સિંગર છે. તેણે 'જબ તક હૈ જાન' અને 'સોનૂ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.