નવી દિલ્હી : પોતાના સમયની લોકપ્રિય એક્ટ્રેસ નીના ગુપ્તાની લેટેસ્ટ ફિલ્મ 'બધાઇ હો'માં તે એક દમદાર રોલમાં જોવા મળી રહી છે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યૂમાં નીનાએ જાહેરમાં પોતાના જીવનની એક મોટી ભુલ સ્વીકારી છે. તેણે કહ્યું છે કે જીવનમાં પુરુષને પ્રાથમિકતા આપવાના મારા વિચાર જીવનની એક મોટી ભુલ હતા. આ ભુલના કારણે એક તબક્કે તેનું ધ્યાન કરિયર પરથી હટીને યોગ્ય પાર્ટનરની પસંદગી પર કેન્દ્રિત થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'જંગલી'નું Teaser થયું રિલીઝ, ફરીથી વિદ્યુતે કરી બતાવ્યા જબરદસ્ત એક્શન સીન


‘ખાનદાન’, ‘ભારત એક ખોજ’ અને ‘સાંસ’ જેવી ટીવી સિરિયલો તેમજ ‘વો છોકરી’, ‘ગાંધી’ તેમજ ‘મુહાફિઝ’ જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરીને જાણીતી બનેલી 64 વર્ષીય નીના ગુપ્તાએ જણાવ્યું છે કે સારા સંબંધની ચાહતે તેનું ધ્યાન કરિયર પરથી હટાવી દીધું છે. 80ના દાયકામાં નીનાના સંબંધ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે હતા અને આ કારણે દીકરી મસાબાનો જન્મ થયો હતો. 


VIDEO : સુસ્મિતા સેને દીકરીઓ સાથે દુર્ગા પંડાલમાં કર્યો 'ધુનુચી નાચ', તમે પણ જુઓ


નીનાએ ન્યૂઝ એજન્સી ભાષા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘‘હું હંમેશા સારું કામ કરવા ઇચ્છતો હતો અને મારે દમદાર રોલ કરવા હતા. હવે હું જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે મને લાગે છે કે એક તબક્કે પુરુષ મારી પ્રાથમિકા બની ગયો હતો અને આ મારી મોટી ભુલ હતી. આ ભુલના કારણે એક તબક્કે તેનું ધ્યાન કરિયર પરથી હટીને યોગ્ય પાર્ટનરની પસંદગી પર કેન્દ્રિત થઈ ગયું હતું. મહિલાઓના જીવનમાં ક્યારેય પ્રાથમિકતા પુરુષ ન હોવા જોઈએ.''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...