Salman Khan Movie: બોલિવુડ અભિનેતા સલમાન ખાન હમણાંથી ખૂબ ચર્ચામાં છે. સલમાનને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ત્યારે હવે સલમાનની ફિલ્મોની વાત કરીએ તો લોકો તેની ફિલ્મ આતુરતાથી પૂર્વક રાહ જોતા હોય છે. સલમાનની આમ તો ઘણી ફિલ્મો આવનાર છે, પરંતુ હાલમાં તેમની એક ફિલ્મ વિશે અંદરની વાત સામે આવી છે. જેમાં એક સાથે એક નહીં, બે નહીં, ત્રણ નહીં પરંતુ 10-10 અભિનેત્રીઓ નજરે પડશે. સાંભળીને ચોંકી ગયાને... પરંતુ આ હકીકત છે. બોલિવુડમાં સલમાન ખાનની આ ફિલ્મનું નામ 'નો એન્ટ્રી' છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાનની ફિલ્મમાં હશે 10 અભિનેત્રીઓ...
સલમાન ખાનનું હાલનું શેડ્યૂલ એકદમ ટાઈટ છે. સલમાન ખાન હાલ સતત ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે. હાલમાં તેમણે ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી' ની શૂટિંગ શરૂ કર્યું છે. આ વાતની જાણકારી સલમાને પોતાની જાતે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આપી છે. હવે તેમની વધુ એક ફિલ્મને લઈને જાણકારી સામે આવી રહી છે. તમને ખબર હોય તો છેલ્લાં કેટલાંક દિવસોથી અહેવાલ મળ્યા હતા કે 'નો એન્ટ્રી' ની સીક્વલ બનવાની છે, જેનું નામ હશે 'નો એન્ટ્રી મેં એન્ટ્રી' (No Entry Mein Entry).  મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં 10 અભિનેત્રીઓ હશે, જોકે અત્યાર સુધી આ અભિનેત્રીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.


બાળકોમાં ફેવરિટ આઇકૉનિક આ ભારતીય સુપરહીરો પર બનશે 300 કરોડની ફિલ્મ, કેવી હશે ફિલ્મની કહાની?


ફિલ્મ માટે ફરદીને વજન ઓછું કર્યું
સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'નો એન્ટ્રી' ની  સીક્વલ જેનું ટાઈટલ 'નો એન્ટ્રી મેં એન્ટ્રી' થનાર છે, તેને લઈને એક અપડેટ સામે આવ્યું છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ્સનું માનીએ તો આ સીક્વલમાં 2005માં આવેલી ફિલ્મ નો એન્ટ્રીના લીડ હીરો એટલે કે સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનને ટ્રિપલ રોલમાં દેખાડવામાં આવશે. તેની દરેક ભૂમિકાની સાથે એક એક હીરોઈન હશે. આ ફિલ્મની શૂટિંગ જલ્દીથી શરૂ થનાર છે. એટલું જ નહીં, આ ફિલ્મ માટે ફરદીન ખાને ખાસ્સું એવું વજન ધટાડ્યું છે.


જૂની સ્ટારકાસ્ટ પડી શકે છે નજરે
ફિલ્મના ડાયરેક્ટર અનીજ બજ્મીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સલમાન આ ફિલ્મમાં ખાસ્સી દિલસ્પર્શી દેખાડી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ ઈચ્છે છે કે ફિલ્મની શૂટિંગ જલ્દીથી શરૂ થાય. રિપોર્ટસનું માનીએ તો સીક્વલમાં નો એન્ટ્રી ની સ્ટારકાસ્ટ નજરે પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન, અનિલ અને ફરદીન સિવાય તેમાં બિપાશા બસુ, ઈશા દેઓલ, લારા દત્તા અને સેલિના જેટલી પણ લીડ રોલમાં હોઈ શકે છે પરંતુ હાલ આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી.


સલમાનની ફિલ્મો
સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલના સમયે અભિનેતા કભી ઈદ કભી દિવાલી નું શુટિંગ હૈદરાબાદમાં કરી રહ્યો છે. તેના સિવાય તે યશરાજ બેનરની ફિલ્મ ટાઈગર 3માં પણ નજરે પડશે. શાહરૂખ 'ટાઈગર 3'માં કેમિયો કરી રહ્યો છે પરંતુ આ દિવસોમાં તે સાઉથ ડિરેક્ટરની ફિલ્મ 'જવાન'નું શૂટિંગ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 'ટાઈગર 3' 2023ની ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube