પહેલા લીક થઈ રિયા ચક્રવર્તીની ચેટ, હવે વાયરલ થઈ રહ્યો છે મહેશ ભટ્ટ અને જીયા ખાનનો આ VIDEO
હાલમાં રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટ વાયરલ થયા બાદ તે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રિયા ખુદ સુશાંતથી અલગ થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ 14 જૂને મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. તેની પહેલા 8 જૂને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ તેનું ઘર છોડી દીધું હતું. અત્યાર સુધી તે કહેવામાં આવી રહ્યું હતું કે સુશાંતના કહેવા પર રિયાએ આમ કર્યું હતું અને તે આ સંબંધથી વધુ ખુશ નહતો. પરંતુ રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ની વોટ્સએપ ચેટ વાયરલ થયા બાદ તે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રિયા ખુદ જ સુશાંતથી અલગ થઈને ગઈ હતી.
તો હવે મહેશ ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જીયા ખાનની સાથે જોવા મળી રહ્યાં છે. બોલીવુડ અભિનેત્રી જીયા ખાને 3 જૂન 2013ના મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મહેશ ભટ્ટ આ વાયરલ વીડિયોમાં જીયા ખાનની ખુબ નજીક બેઠા જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન મહેશ ભટ્ટે જીયા ખાનને ગળે લગાવી રહ્યાં છે તો ક્યારેક તેનો હાથ પકડતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો જોઈને હવે મહેશ ભટ્ટને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube