Pankaj Tripathi: કડક સિંહ બની પંકજ ત્રિપાઠી કરશે આ OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી, જાણો ફિલ્મની રિલીઝ ડેટ
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં શ્રીવાસ્તવ નામના વ્યક્તિની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક એટલે કે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં પંકજ ત્રિપાઠી અત્યાર સુધીની ફિલ્મો કરતાં અલગ અંદાજમાં જોવા મળે છે. આ પોસ્ટર ની સાથે કેચી કેપ્શન પણ લખવામાં આવ્યું છે.
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીના ચાહકો માટે ખુબ જ સારા સમાચાર છે. તેમની નવી ફિલ્મનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. પંકજ ત્રિપાઠીની નવી ફિલ્મ કડક સિંહ હશે જે રિલીઝ થવા માટે તૈયાર છે. પંકજ ત્રિપાઠીની આ નવી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર રિલીઝ થશે. પિંક અને લોસ્ટ જેવી ફિલ્મોના નિર્દેશક અનિરુદ્ધ રોય ચૌધરીએ આ થ્રીલર ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મી સ્ટોરી એવા સરકારી અધિકારી પર આધારિત છે જેને ભૂલવાની બીમારી છે. પરંતુ આ બીમારીની સાથે પણ તે મોટા આર્થિક કૌભાંડને લોકો સામે લાવવાનો પ્રયત્ન કરે છે.
આ પણ વાંચો: સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મની આ 5 વાતો વિશે જાણશો તો ફિલ્મ જોવાનો વધી જશે ઉત્સાહ
પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં શ્રીવાસ્તવ નામના વ્યક્તિની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક એટલે કે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં પંકજ ત્રિપાઠી અત્યાર સુધીની ફિલ્મો કરતાં અલગ અંદાજમાં જોવા મળે છે. આ પોસ્ટર ની સાથે કેચી કેપ્શન પણ લખવામાં આવ્યું છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી સાથે સંજના સાંધિ પણ જોવા મળશે જે તેની દીકરીની ભૂમિકામાં હશે, તે પોતાના બિમાર પિતાની તપાસમાં મદદ કરશે. નિર્દેશક અનિરુદ્ધ ચૌધરી અનુસાર ફિલ્મ કડકસિંહ ખાસ ફિલ્મ છે.
રશ્મિકા-કૈટરીના પછી Sara Tendulkar બની ડીપફેક ફોટોનો શિકાર, શુભમન સાથેનો ફોટો વાયરલ
કડકસિંહ ફિલ્મમાં જયા અહસન, પરાવતી થિરુવોથુ, દિલીપ શંકર, પરેશ પાહુજા અને વરુણ બુદ્ધદેવ પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠીએ તાજેતરમાં જ રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે આ પુરસ્કાર તેમને ફિલ્મ મીમી માટે મળ્યો હતો. આ સિવાય પંકજ ત્રિપાઠીની ઓ માય ગોડ ટુ અને ફુકરે થ્રી ફિલ્મ પણ તાજેતરમાં જ રિલીઝ થઈ છે.
આ પણ વાંચો: TMKOC: તારક મહેતા શોમાં દયાબેનની એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરુ, દિવાળી પર થશે ધમાકો
કડકસિંહ ફિલ્મ ઉપરાંત પંકજ ત્રિપાઠી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈની બાયોપીક માં મુખ્ય ભૂમિકા નિભાવતા પણ જોવા મળશે. આ ફિલ્મનું નામ મે અટલ હું છે અને તે ડિસેમ્બરમાં તેમના જન્મદિવસ પર રિલીઝ થશે.
આ પણ વાંચો: 14 વર્ષે ડેબ્યુ, જીત્યો ફિલ્મફેર એવોર્ડ, 2 સુપરહીટ ફિલ્મો તેમ છતાં છોડ્યું બોલીવુડ