રશ્મિકા-કૈટરીના પછી Sara Tendulkar બની ડીપફેક ફોટોનો શિકાર, શુભમન સાથેનો આવો ફોટો વાયરલ

Sara Tendulkar: સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો ડીપફેક ફોટો મોડી સાંજથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેક ફોટોમાં સારા તેંડુલકર ક્રિકેટર શુભમન ગિલ સાથે જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંડુલકરનું નામ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે. 

રશ્મિકા-કૈટરીના પછી Sara Tendulkar બની ડીપફેક ફોટોનો શિકાર, શુભમન સાથેનો આવો ફોટો વાયરલ

Sara Tendulkar: ડીપફેકના મામલા દિવસેને દિવસે વધતા જાય છે.  અભિનેત્રી રશ્મિકા મંદાનાના વિડિયો બાદ ગઈકાલે ટાઈગર 3ના એક સીનમાંથી કેટરિના કૈફનો નકલી ફોટો વાયરલ થયો હતો. હવે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો ડીપફેક ફોટો સામે આવ્યો છે. સારા તેંડુલકરનો ડીપફેક ફોટો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની આ અંગે તીવ્ર પ્રતિક્રિયા  આપતા જોવા મળી રહ્યા છે.

સારાનો ક્રિકેટર શુભમન સાથેનો ફોટો વાયરલ 

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો ડીપફેક ફોટો મોડી સાંજથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેક ફોટોમાં સારા તેંડુલકર ક્રિકેટર શુભમન ગિલ સાથે જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંડુલકરનું નામ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે. તેવામાં સારાનો ફોટો એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ નકલી ફોટો એક કેપ્શન સાથે વાયરલ થઈ રહ્યો છે જેમાં લખ્યું છે કે સારાએ શુભમન સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે. જો કે આ વાત સાચી નથી પરંતુ આ એઆઈ દ્વારા જનરેટ કરાયેલી તસવીર છે.

સારા તેંડુલકર

સાચા ફોટામાં કોણ છે સારા સાથે ?

સારા તેંડુલકરના ફોટો જેના પર શુભમન ગિલનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે. તે હકીકતમાં સારાના ભાઈ અર્જુન તેંડુલકરનો છે. સચિન તેંડુલકરની પુત્રીએ તેના ભાઈ અર્જુનના જન્મદિવસ પર આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડીપફેકનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રશ્મિકા મંદાનાનો અત્યંત બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારપછી કેટરિના કૈફની આગામી ફિલ્મ ટાઈગર 3ના એક ફાઈટ સીનને એડિટ કરીને કેટરીનાનો ફોટો તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે હવે સારા તેંડુલકરનો ફોટો વાયરલ થયો છે. આ મામલે  ઇન્ટરનેટ યુઝર્સની પ્રાઈવસી પણ જોખમમાં મુકાતી જોવા મળે છે. જેને લઈને લોકો આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news