નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે (Paresh Rawal) ફિલ્મના પડદે ઘણા રમૂજી પાત્રો ભજવ્યા છે, એટલા જ રમુજી તેઓ વાસ્તવિક જીવનમાં પણ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચાર ફેલાયા હતા. પરંતુ અભિનેતાએ આ સમાચારને જે રીતે ટ્રિટડ કર્યા તે અંદાજ તમને હસાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેશ રાવલે શેર કર્યો છે સ્ક્રીનશોટ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે (Paresh Rawal) શુક્રવારે સોશિયલ મીડિયા પેજ પર તેમના નિધનના સમાચાર પર ચૂટકી લીધી હતી. અભિનેતાએ એક ટ્વિટર પેજનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં હિન્દીમાં શોક સંદેશની સાથે તેમની તસવીર છે, આ જાહેરાત કરીએ છે કે પરેશ રાવલ જી,  ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સભ્યનું 14 મે, 2021 ના સવારે 7 વાગ્યે નિધન થયું છે.


આ પણ વાંચો:- શાહરૂખને પહેલીવાર જોતાં જ જૂહી ચાવલાએ મચકોડ્યું હતું મોઢું, આ હતું કારણ


સ્ક્રીનશોટ પર આપ્યું પોતાનું રિએક્શન
આ સ્ક્રીનશોટ શેર કરતાં પરેશ રાવલે (Paresh Rawal) ટ્વીટ કર્યું હતું કે 'ગેરસમજ બદલ માફ કરશો કારણ કે હું સાંજે 7 વાગ્યે સૂઈ ગયો હતો..!' જોકે, પરેશના ચાહકો મોતની અફવાથી ખુશ નથી. કોઈએ ગુસ્સો વ્યક્ત કર્યો, તો કોઈએ તેના લાંબા જીવન માટે પ્રાર્થના કરી.


Salman ની ફિલ્મ રાધેને Boycott કરવા સુશાંતના ચાહકો મેદાનમાં, સોશલ મીડિયા પર છેડ્યું અભિયાન


આ ફિલ્મમાં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો પરેશ રાવલ (Paresh Rawal) હવે પછી હંગામા 2 માં જોવા મળશે, જે 2003 માં આવેલી ફિલ્મ હંગામાની સિક્વલ બનશે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, મિઝાન જાફરી અને પ્રણીતા સુભાષ પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube