Salman Khan ની ફિલ્મ રાધેને Boycott કરવા સુશાંતના ચાહકો મેદાનમાં, સોશલ મીડિયા પર છેડ્યું અભિયાન
સુશાંત સિંહના ચાહકોએ સલમાન ખાનની વિરુદ્ધ સોશલ મીડિયા પર રીતસરનું અભિયાન છેડી દીધું છે. એટલું જ નહીં સુશાંતના ચાહકો હેશ ટેગ બોટકોટ રાધે ના નામથી સલમાનની નવી ફિલ્મ રાધેને બોટકોટ કરવાનું અભિયાન ચલાવી રહ્યાં છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલીવુડ પર નેપોટિઝમ કરવાનો અને ન્યૂ ટેલેન્ટને તક ન આપવાનો આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ દેશભરમાંથી લોકોએ આ વાતને સમર્થન કર્યું અને બોલીવુડના ડેડી કહેવાતા મોટા સ્ટાર્સને બોટકોટ કરવાનું શરૂ કર્યું. બોલિવૂડની દબંગ ખાનની ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ચર્ચામાં આવી પહોંચી છે. એક્શન અને રોમાંસથી સજ્જ આ ફિલ્મ કેટલાક લોકોને પસંદ આવી છે, પરંતુ બીજો એક વર્ગ એવો છે જે ફિલ્મનો બોયકોટ કરી રહ્યો છે.
એજ કારણ છેકે, હવે સુશાંત સિંહના ચાહકો સલમાન ખાનનો વિરોધ કરી રહ્યાં છે. સુશાંત સિંહના ચાહકોએ સલમાન ખાનની વિરુદ્ધ સોશલ મીડિયા પર રીતસરનું અભિયાન છેડી દીધું છે. એટલું જ નહીં સુશાંતના ચાહકો હેશ ટેગ બોટકોટ રાધે ના નામથી સલમાનની નવી ફિલ્મ રાધેને બોટકોટ કરવાનું અભિયાન ચલાવી રહ્યાં છે.
રાધેની રજૂઆતના કલાકોમાં જ, ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠવા લાગી છે. હેશટેગ ‘ રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો’ ટ્વિટર પર બીજા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે નહીં કે આ ટ્રેન્ડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના ચાહકો ચલાવી રહ્યા છે.
જો કે આપણે બધા જાણીએ છીએ કે ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછીથી તેમના માટે ન્યાયની માંગ સતત ટ્વિટર દ્વારા કરવામાં આવી રહી છે. હવે જ્યારે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે ફરી એકવાર બોલીવુડની હસ્તીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ અઠવાડિયા પહેલા જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે પણ ‘રાધે’ નો બહિષ્કાર કરવાની માંગ ટ્વિટર પર ઉઠી હતી.
એક યુઝરે લખ્યું – બોલીવુડના માફિયા અને દેશ વિરોધી અને ડ્રગ લેવા વાળા લોકોના અંડરવર્લ્ડ સાથે ઉડા સંબંધ છે. આપણી મહેનતની કમાણી આના પર ખર્ચ કરવામાં આવતી હતી, પરંતુ હવે નહી. રાધે ફિલ્મનો બહિષ્કાર કરોનાં ટ્રેંડને સપોર્ટ આપો.
Bullywood Mafias are Anti-Nationalist, Druggies deeply indulge in underworld link!!
Our hard earned money was spent on them but now its time to say no to #Bollywood #BoycottRadhe
⚡ #राधे_फिल्म_का_बहिष्कार_करो support this trend ⚡
- Did AU Bhatt Plan SSR Murder pic.twitter.com/Z4P9ieFb1e
— Sumita Das (@sumidas198) May 13, 2021
એકે લખ્યું – જ્યારે પણ હું આ અભિનેતા સલમાન ખાનને જોઉં છું, તો હું સુશાંતની હત્યાના રહસ્ય વિશે વિચારવાનું શરૂ કરું છું, જે હજી વણઉકેલાયેલ છે. મિસ યુ સુશાંત ભાઈ
Whenever I see this actor "Salman" I think about Sushant's murder mystery which is still pending to solve.
Miss you Sushant Bhai😭#BoycottRadhe#राधे_फिल्म_का_बहिष्कार_करो pic.twitter.com/682FPrRo09
— Rinki R Rajput (@RinkiRRajput1) May 13, 2021
#राधे_फिल्म_का_बहिष्कार_करो
Yes i support this trend pic.twitter.com/uuiQ178zEd
— ज्योति ठाकुर ⚔ जय महाराणा प्रताप⚔ (@Jyotithakur0811) May 13, 2021
આ સાથે જ કેટલાક લોકો એવા પણ છે કે જે સલમાનની આ ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું – છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુઓની ભાવનાઓની મજાક ઉડાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. આવી વસ્તુઓ ફિલ્મો અને કોમેડી શોમાં જોવા મળી રહી છે.
For the last few years,it has become a trend to mock Hindu beliefs,One comes across such blasphemous material in movies,comedy shows.While d Hindu society does protest against such denigration,lack of legal provisions allow the offenders to go scotfree#राधे_फिल्म_का_बहिष्कार_करो pic.twitter.com/P9HChmnSEG
— CHETHANA PRABHU (@Ravalanath) May 13, 2021
જો કે, ફિલ્મમાં એવું કશું નથી જોવા મળ્યું કે જેથી એવું માનવામાં આવે કે ફિલ્મ રાધેમાં હિન્દુઓની લાગણીનું અપમાન કરવામાં આવ્યું હોય. જો કે, એવું પણ બને કે લોકોને સલમાન ખાનનું રાધે નામ રાખવું ગમ્યું ન હોય.તમને જણાવી દઈએ કે રાધે આમ તો થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે થિયેટરનું રિલીઝ રદ કરાયું હતું. આ ફિલ્મ ગુરુવારે જી5 પર રિલીઝ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે