નવી દિલ્હી : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના 2 ડિસેમ્બરે લગ્ન છે અને તેમના લગ્ન પહેલાંનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. આ બંનેના પરિવારજનો આખી દુનિયામાંથી લગ્નમાં ભાગ લેવા માટે એકઠા થઈ રહ્યા છે. આ સંજોગોમાં પ્રિયંકા અને નિકે હાલમાં પ્રિ વેડિંગ ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનરમાં સોફી ટર્નર, જો જોનાસ, આલિયા ભટ્ટ, પરિણીતી ચોપડા, મુસ્તાક શેખ , સૃષ્ટિ બહેલ અને બીજી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિકે આ ડિનરની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે જે ગણતરીના કલાકોમાં વાઇરલ બની ગઈ છે. આ તસવીરમાં પ્રિયંકાની કઝિન પરિણીતીની બરાબર બાજુમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર ચરિત દેસાઈ નજરે ચડે છે. પરિણીતી અને ચરિતનું નામ ગયા વર્ષે એકબીજા સાથે સંકળાયું હતું. આ સમયે તેમણે  આ વાતને અફવા ગણાવી હતી પણ ચર્ચા છે કે આ બંને હજી પણ સિક્રેટ રીતે એકબીજા સાથે છે. 


Kedarnath Teaser : સારા લુકમાં જ નહીં પણ એક્ટિંગમાં પણ છે માતા અમૃતા જેવી મારફાડ


[[{"fid":"191740","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ચરિત દેસાઈ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સમાં એક અસિસ્ટન્ટ ડિરેક્ટર છે. ચરિત અને પરિણીતી કરણની ડ્રીમ ટીમ ટૂર દરમ્યાન મળ્યાં હતાં. એ વખતે ચરિત ટૂર દરમ્યાન પડદા પાછળ બનતી ઘટનાઓનું શૂટિંગ કરતો હતો. ભારત પાછા આવ્યા પછી પણ એ બન્ને વચ્ચેનો સંબંધ જામેલો રહ્યો છે. તેઓ એકમેકના સંપર્કમાં છે અને તેમની વચ્ચે સંબંધ જળવાયેલો છે. ચર્ચા છે કે પરિણીતી અને ચરિત ટૂંક સમયમાં તેમના સંબંધની જાહેરાત કરશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...