નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી સની લિયોન પોતાના પતિ ડેનિયલ વેબર અને પુત્રી નીશા સાથે બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે. સનીએ ઈન્સ્ટાગ્રામ પર બીચ પર મજા માણતી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં પુત્રી નીશા અને પતિ ડેનિયલ સાથે તે બીચનો આનંદ માણી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે 'પતિ અને બાળકો સાથે બીચ પર' સની દ્વારા શેર કરાયેલી તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સની આવનારા સમયમાં 'વીરામાદેવી' અને 'કોકાકોલા'માં જોવા મળશે. 



સની લિયોન છેલ્લીવાર વેબ સીરિઝ 'રાગિણી એમએમએસ 2'માં જોવા મળી હતી. આ ઉપરાંત સની સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે તથા તેના પરિવારની તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે.