Ekta kapoor: ફેમસ પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર કાયદાકીય સમસ્યાઓમાં ફસાયા છે. બંને વિરુદ્ધ POCSO એક તો હેઠળ કેસ નોંધાયો છે. આ મામલો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી બાલાજી ટેલીફિલ્મસની વેબ સિરીઝ ગંદી બાત સીઝન 6 સંબંધિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Amitabh Bachchan: રેખા કે ઝીનત અમાન નહીં, આ હસીના પાછળ પાગલ હતા અમિતાભ બચ્ચન


પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરની વેબ સિરીઝ ગંદી બાતની 6 સીઝનના એક એપિસોડમાં સગીરાના આપત્તિજનક સીન દેખાડવામાં આવ્યા છે. આ મામલે નોંધાવેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, અલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થઈ રહેલી આ વેબ સિરીઝના એપિસોડમાં સગીરાઓના અશ્લીલ સીન દેખાડવામાં આવ્યા છે. જોકે આ મામલે વિવાદ થતા અલ્ટ બાલાજી પરથી આ સિરીઝના એપિસોડ દૂર કરવામાં આવ્યા છે. હાલ એપ્લિકેશન પર આ એપિસોડ દેખાડવામાં આવી રહ્યા નથી. 


આ પણ વાંચો:સલમાન નહીં.. આ સુપરસ્ટારનો બચ્ચન પરિવાર સાથે 36નો આંકડો, 30 વર્ષથી નિભાવે છે દુશ્મની


આ મામલે હજુ સુધી એકતા કપૂર કે શોભા કપૂરનું રિએક્શન સામે આવ્યું નથી. એકતા કપૂર વિરુદ્ધ થયેલી ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગંદી બાત સીઝન સિક્સમાં સિગરેટ ની એડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં મહાપુરુષો અને સંતોનો નિરાદર થાય છે. સાથે જ એક એપિસોડમાં સગીરા સાથેના અશ્લીલ સીન દેખાડવામાં આવ્યા છે. 


આ પણ વાંચો:Rekha: આ એક્ટર સાથે બોલ્ડ સીનમાં બેકાબુ થઈ ગઈ હતી રેખા, બંનેએ તોડી નાખી હતી ખુરશી


ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બર 2024 ના રોજ સુપ્રીમ કોર્ટે બાળકો સંબંધિત અશ્લીલ વિડિયો અને કન્ટેન્ટને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. આ પ્રકારના અશ્લીલ કન્ટેન્ટ જોવા, પબ્લિશ કરવા તેમજ ડાઉનલોડ કરવા અપરાધ ગણાશે.