Dedh Bigha Zameen Trailer: પ્રતિક ગાંધીને નવી ફિલ્મ દેઢ બીઘા જમીનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવ્યું છે. આ એક અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. દેઢ બીઘા ઝમીન પહેલા પ્રતિક ગાંધી વિદ્યા બાલન સાથે દો ઔર દો પ્યાર ફિલ્મમાં જોવા મળ્યો હતો જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે આ 6 ફ્રેશ જોડી, એક જોડી વિશે તો વિચાર્યું પણ નહીં હોય


દેઢ બીઘા ઝમીનમાં પ્રતિક ગાંધીના પાત્રનું નામ અનિલ છે. જે પોતાની બહેનના લગ્ન માટે પૈસા એકઠા કરવા માંગે છે. લગ્ન માટે તે પોતાની વર્ષો જૂની જમીન વેચવાનો પ્રયત્ન કરે છે. આ જમીન પર એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબજો કરેલો હોય છે. 


Video: કારમાં શુરા ખાન સાથે રોમેન્ટિક થયો અરબાઝ, વીડિયો જોઈ લોકો કહ્યું, "ફુલ મજે.."


દેઢ બીઘા ઝમીન ફિલ્મમાં ટીવીએફના ઘણા બધા કલાકારો જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે ખુશાલી કુમાર પણ મુખ્ય ભૂમિકામાં છે. પ્રતિક ગાંધીની આ ફિલ્મ 31 મે 2024 ના રોજ જીઓ સિનેમા પર રિલીઝ કરવામાં આવશે.