મુંબઈ : પ્રિયંકા ચોપરાએ ફિયાન્સ નિક જોનસ અને તેના પરિવાર સાથે રવિવારે મુંબઈના સેન્ટ કેથરિન અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં પ્રિયંકા અને નિકે અનાથ બાળકોની મુલાકાત કરી હતી. આ દરમિયાન નિકે એક વીડિયો શેર કર્યો છે જેમાં પ્રિયંકા એક છોકરી સાથે ડાન્સ કરી રહી છે.


આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મ ‘ગુંડે’ના હિટ સોંગ ‘તૂને મારી એન્ટ્રી’ પર ડાન્સ કરી રહી છે. જેને શેર કરતાં નિકે એક રોમાન્ટિક કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું છે કે, “St.Catherine’s orphanage today. My heart is full.”


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...