નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. અભિનેત્રીએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધીની શાનદાર સફર ખેડી છે. દેશી ગર્લથી લઈને એક ગ્લોબલ આઇકન સુધી તેની સફર બેમિસાલ રહી ચછે. તેવામાં હવે પ્રિયંકા પણ પોતાની સફરને કંઇક ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા કહી રહી છે કે આ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર તે હવે પોતાના કરિયરની 20 મોટી ક્ષણ અથવા તે પળને યાદ કરવા જઈ રહી છે જેની તેની જિંદગી પર ખુબ ઊંડી અસર પડી છે. તે આ વર્ષ દરમિયાન તે પ્રક્રિયાને જારી રાખવા જઈ રહી છે. આ વીડિયોની સાથે પ્રિયંકાએ લોકોને એક ખાસ સંદેશ પણ આપ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube