મુંબઈ : પ્રિયંકા ચોપરા જ્યારે મુંબઈમાં હોય છે ત્યારે પોતાનો દરેક દિવસ ખાસ બનાવવાની કોશિશ કરે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા ફેમિલી સાથે ડિનર પર ગઈ હતી. હાલમાં જ પ્રિયંકાએ એક ખાસ તસવીર શેયર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા અને તેની બહેન પરિણીતી ખાસ ફ્રેન્ડ ઇશા અંબાણી પિરામલના ઘરે ભેગી થઈ મસ્તી કરતી જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરદાસપુરમાં સની દેઓલે નોંધાવી ઉમેદવારી, સાથે જોવા મળ્યો....


પ્રિયંકા ચોપરાએ આ તસવીર શેર કરીને ઈશાને પરફેક્ટ યજમાન ગણાવી. ઈશાએ પોતાના ફ્રેંડ્સને રવિવારે આઈસ્ક્રીમ પાર્ટી માટે બોલાવ્યા હતા. આ પાર્ટીમાં પ્રિયંકાની બહેન પરિણીતી, સૃષ્ટિ બહલ આર્ય, રાધિકા મર્ચન્ટ અને તમન્ના દત્ત જોવા મળ્યા. આ પાર્ટી માટે બધી બહેનપણીઓએ મળીને હોમમેડ આઇસ્ક્રીમ મેકરની મદદથી ઘરે જ આઇસક્રીમ બનાવ્યો હતો અને એની મજા માણી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...