ગુરદાસપુરમાં સની દેઓલે નોંધાવી ઉમેદવારી, સાથે જોવા મળ્યો....

અભિનેતા અને ભાજપના ઉમેદવાર સની દેઓલે ગુરુદાસપુર લોકસભા સીટ માટે ઉમેદવારી પત્રક દાખલ કરતા પહેલાં અમૃતસરના સુવર્ણ મંદિરમાં શીશ નમાવ્યું હતું. 

ગુરદાસપુરમાં સની દેઓલે નોંધાવી ઉમેદવારી, સાથે જોવા મળ્યો....

નવી દિલ્હી : ભાજપ ઉમેદવાર અને બોલિવૂડ એક્ટર સની દેઓલે શનિવારે ગુરુદાસપુરમાં ઉમેદવારી નોંધાવી છે. સનીએ દિવંગત સાંસદ અને અભિનેતા વિનોદ ખન્નાને તેની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ આપીને કહ્યું છે કે તેઓ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા કામોને ન્યાય આપશે. અભિનેતા અને ભાજપના ઉમેદવાર 62 વર્ષના સની દેઓલે ગુરુદાસપુર લોકસભા સીટ માટે ઉમેદવારી પત્રક દાખલ કરતા પહેલાં અમૃતસરના સુવર્ણ મંદિરમાં શીશ નમાવ્યું હતું. આ સાથે તેમણે દુર્ગિયાના મંદિરમાં પુજા અર્ચના પણ કરી હતી. 

ગુરુદાસપુરની બેઠક માટે ઉમેદવારી નોંધાવવા આવેલા સની દેઓલ સાથે તેમનો નાનો ભાઈ બોબી દેઓલ આવ્યો હતો. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર પીટર મસીહ તથા પંજાબ લોકતાંત્રિક ગઠબંધન (પીડીએ)ના લાલ ચંદ ચૂંટણી લડવાના છે.

— ANI (@ANI) 29 April 2019

ગુરદાસપુર બેઠકના સાંસદ સ્વ. વિનોદ ખન્નાના નિધન બાદ એપ્રિલ 2017માં થયેલા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડનો વિજય થયો હતો. જાખડે ભાજપના સ્વર્ણ સાલારિયાને 1,93,219 વોટથી હાર આપી હતી. તે સમયે પણ કવિતાએ ટિકિટ મેળવવા પ્રયત્ન કર્યો હતો. વિનોદ ખન્ના અહીંયાથી 1998, 1999, 2004 અને 2014માં વિજેતા બન્યા હતા. જ્યારે 2019માં ભાજપે આ બેઠક પર સની દેઓલની પસંદગી કરી છે.

— Sunny Deol (@iamsunnydeol) 28 April 2019

સની દેઓલે ભાજપમાં જોડાયા બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને તસવીર શેર કરી હતી. પીએમ મોદીએ તસવીર શેર કરીને લખ્યું હતું કે, શ્રેષ્ઠ ભારત માટે સની દેઓલની વિનમ્રતા અને ઝનૂન મને પ્રભાવિત કરે છે. આજે તેમને મળીને ખુશી થઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news