નવી દિલ્લીઃ દેશી ગર્લ પ્રિયંકા ઘણા સમયથી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર પ્રિયંકા પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. ત્યારે આજકાલ એક્ટ્રેસનો એક ફોટો ઈન્ટરનેટ વર્લ્ડમાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. લેટેસ્ટ ફોટોમાં નિક અને પ્રિયંકા રોમેન્ટિક પોઝ આપતા નજરે પડે છે. સ્ટારકપલના લુકની વાત કરવામાં આવે તો, દેસી ગર્લે ઓરેન્જ ડ્રેસ ઉપર બ્લેક જેકેટ પહેર્યુ છે. જ્યારે નિક પણ પત્ની પ્રિયંકા સાથે ટ્વિનિંગ કરતા નજરે પડી રહ્યા છે.    



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોટોમાં નિક અને પ્રિયંકા બોટ રાઈડનો લુફ્ત ઉઠાવી રહ્યા છે. આ ફોટો શેર કરતા નિક જોનસે લખ્યુ, ‘મેજિક ઓવર’. સોશિયલ મીડિયા પર બંનેની આ તસ્વીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેન્સની સાથે સાથે અનેક સેલેબ્સ પણ ફોટોને લાઈક કરી રહ્યા છે.