નવી દિલ્હીઃ હોલીવુડના પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને હાલમાં પ્રિયંકા ચોપડા જોનાસ બની છે. દેસી ગર્લ હાલના દિવસોમાં પોતાના સાસરીયામાં ક્રિસમસની ઉજવણી કરી રહી છે. આ જશ્નની કેટલિક તસ્વીરો પણ પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ વચ્ચે પ્રિયંકા અને નિકના લગ્નની કંઇક અનોખા અંદાજમાં તસ્વીરો સામે આવી છે, જેમાં તે પ્રસિદ્ધિ કાર્ટૂન 'ધ સિમ્પસન્સ'ના અવતારમાં જોવા મળી રહી છે. તેવામાં પ્રિયંકા અને નિક પોતાના હાસ્ત ચિત્રના પાત્રો સાથે ધ સિમ્પસન્સના પરિવારનો ભાગ બની ગયા છે. લંડનમાં પોતાના પરિવાર સાથે ક્રિસમસનો સમય પસાર કરી રહેલી પ્રિયંકાએ મંગળવારે ચિત્રકાર સ્ટીફનો મોંડા અને રિનો રૂસો દ્વારા પ્રસ્તુત ધ સિમ્પસન્સને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 


'ધ સિમ્પસન્સ' કલાકૃતિઓમાંથી એકમાં આ કપલ સિમ્પસન્સ તરીકે પરિવારના રૂપમાં પારંપારિક દેશી પરિધાન પહેરીની એક લગ્ન કરેલ દંપતિની જેમ ઉભા રહેલા દેખાઈ રહ્યાં છે. તો બીજામાં તે ઈસાઈ લગ્ન વસ્ત્રોમાં દેખાઈ રહ્યાં છે, જેમાં સમારોહની અધ્યક્ષતા સિમ્પસન કરી રહ્યાં છે. બંન્ને કલાકૃતિઓ શાનદાર છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર