નવી દિલ્હી: ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક અભિનેત્રીઓ સ્ટારડમ મેળવવાના સપના સાથે આવે છે પરંતુ નિષ્ફળતા તેમને તોડી નાખે છે અને પૈસા કમાવવા માટે તેઓ ખોટા રસ્તા અપનાવી લે છે. અમારી સહયોગી વેબસાઈટ બોલીવુડ લાઈફના રિપોર્ટમાં આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવી છે જેમણે પૈસા કમાવવા માટે પોતાના શરીરના સોદા કરવામાં જરાય ખચકાટ ન અનુભવ્યો. આ અભિનેત્રીઓમાંથી કેટલીકે તો જાતે દેહ વ્યાપારમાં સંડોવણી સ્વીકારી જ્યારે કેટલીક અભિનેત્રીઓ પોલીસ દરોડા દરમિયાન પકડાઈ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશ અન્સારી
આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે એશ અન્સારીનું જેને જોધપુર પોલીસે વર્ષ 2011માં એક સેક્સ રેકેટમાં સામેલ હોવાના પગલે ધરપકડ કરી હતી. 
Viral Video: ખરેખર 'રંગીલું' છે રાજકોટ, હોટલના રૂમની બારી ખુલ્લી રહી ગઇ અને ન્યૂડ પાર્ટી થઇ ગઇ વાયરલ

ભુવનેશ્વરી
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આઈટમ સોંગ કરનારી અભિનેત્રી ભુવનેશ્વરી અનેક બી ગ્રેડ ફિલ્મોમાં જોવા મળી છે. તેની અદાઓ લોકોને પાગલ કરી નાખે છે. ભુવનેશ્વરીની ચેન્નાઈના એક સેક્સ રેકેડમાં સામેલ હોવાના પગલે ધરપકડ કરાઈ હતી. 


નીતુ અગ્રવાલ
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી નીતુ અગ્રવાલને આંધ્ર પ્રદેશ પોલીસે તસ્કરીના મામલે ધરપકડ કરી હતી. 


શ્વેતા પ્રસાદ બસુ
ફિલ્મ મકડીમાં શાનદાર અભિનય કરનારી અભિનેત્રી શ્વેતા પ્રસાદ બસુનું નામ પણ સેક્સ રેકેટમાં જોડાયું હતું. પોલીસે પ્રોસ્ટિટ્યૂશનમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરી હતી. 


શર્લિન ચોપડા
અભિનેત્રી શર્લિન ચોપડાએ પોતે એ વાત સ્વીકારી હતી કે તે પૈસા માટે લોકો સાથે સૂઈ ચૂકી છે. જો કે અનેક લોકો તેના આ નિવેદનને પબ્લિસિટી સ્ટન્ટ માને છે. 


કેરોલિન
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિલ્કી બ્યૂટી કેરોલિનને પોલીસે એક ફાઈવ સ્ટાર હોટલમાં આપત્તિજનક હાલતમાં પકડી હતી. 


સાયરા ભાનુ
અનેક સાઉથ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી સાયરા ભાનુની પોલીસે વર્ષ 2010માં ધરપકડ કરી હતી. 


દિવ્યા
તમિલ ફિલ્મોમાં કામ કરતી દિવ્યાએ કેટલીક ફિલ્મો કર્યા બાદ સેક્સ રેકેટનો ભાગ બનવાનું નક્કી કરી લીધુ. પોલીસે તેને કેટલાક ક્રિકેટર્સ અને બિઝનેસમેન સાથે આપત્તિજનક હાલતમાં પકડી હતી. 


મિષ્ટી મુખર્જી
ફિલ્મ લાઈફ કી તો લગ ગઈ..માં કામ કરનારી મિષ્ટી મુખર્જીની જ્યારે પોલીસે ધરપકડ કરી હતી ત્યારે તેની પાસેથી 25 હજાર સેક્સ સીડી અને 2 લાખ રૂપિયા કેશ મળ્યા હતા. 


સીમા
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાની મોટી ભૂમિકા ભજવતી સીમાની પણ પોલીસે 2009માં દેહ વ્યાપારમાં સામેલ થવાના પગલે ધરપકડ કરી હતી. 


સંગીતા બાલન
જાણીતી ટીવી અભિનેત્રી સંગીતા બાલનની પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. 


(ખાસ નોંધ- આ ખબર ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારીઓના આધારે લખાયેલી છે. તેની સત્યતાનો કોઈ દાવો કરવામાં આવતો નથી)