મુંબઇ: રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ બાદથી સોફ્ટ પોર્નોગ્રાફી (Soft Pornography Case) કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોર્નોગ્રાફીથી રાજ કુન્દ્રાથી થતી કમાણીનો ખુલાસો થયો છે. આ સાછે જ ZEE News ના હાથે એક પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પણ લાગી છે, જેમાં આવનારા 3 વર્ષમાં બિઝનેસથી થતી કમાણીનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જો બધુ જ પ્લાનિંગ સાથે ચાલતું તો આગામી ત્રણ વર્ષમાં ગ્રોસ રેવેન્યૂ 146 કરોડ રૂપિયા પહોંચી જતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 વર્ષમાં કમાણીને લઇને પ્લાનિંગ
મુંબઇ ક્રાઈમ બ્રાન્ચને (Mumbai Crime Branch) મળેલી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અનુસાર આગામી ત્રણ વર્ષમાં ( 2021-22, 2022-23, 2023-24) Plan B એટલે કે Bolly Fame નામની એપથી થતી આવકનો અંદાજો લગાવ્યો હતો. આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના અંદાજથી રાજ કુન્દ્રાની બીજી એપ Bolly Fame થી વર્ષ 2021-22 માં 36,50,00,000 ની ગ્રોસ ઇનકમ થવાની હતી. જેમાંથી 4,76,85000 નું નેટ પ્રોફિટ થવાનું હતું.


આ પણ વાંચો:- લોકડાઉનમાં Saif Ali Khan ને છરી મારી દેતી Kareena Kapoor Khan? જાણો કેમ...


વર્ષ 2022-23 માટે ગ્રોસ રેવેન્યૂ 7,3,00,00,000 થવાનો ટાર્ગેટ હતો, જેમાં નેટ પ્રોફિટ 4,76,85,000 સામેલ હતો. જ્યારે વર્ષ 2023-24 માં તો આ આંકડો વધી જવાનો હતો. આ વર્ષ માટે ગ્રોસ રેવેન્યૂનો 1,46,00,00,000 નો પ્રોજેક્શન હતો, જેમાં નેટ પ્રોફિટ 30,42,01,400 રૂપિયા સામેલ હતો.


આ પણ વાંચો:- Anupamaa ને છોડી સાવકી માતા પર પ્રેમ લુટાવી રહ્યો છે સમર, આ વીડિયો છે પુરાવો


પાવર પોઇન્ટમાં ખર્ચનો પણ છે સંપૂર્ણ હિસાબ
ક્રાઈમ બ્રાન્ચના સુત્રો પાસેથી મળેલા દસ્તાવેજોમાં 2 પેજ શામેલ છે. આમાંથી બીજા પેજમાં BollyFame સાથે સંબંધિત અંદાજિત આવક અને ખર્ચ ભારતીય રૂપિયામાં નહીં, પાઉન્ડમાં દર્શાવવામાં આવ્યો છે. ખર્ચાની વાત કરીએ કો, બીજા પાવર પોઈન્ટ પેજ અનુસાર વર્ષ 2021-22 માં 3 લાખ પાઉન્ડ એટલે કે લગભગ 3 કરોડ રૂપિયા, વર્ષ 2022-23 માં 3 લાખ 60 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 3.6 કરોડ રૂપિયા અને વર્ષમાં 2023-24 માં 4 લાખ 32 હજાર પાઉન્ડ એટલે કે આશરે 4.3 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટેડ હિસાબ બતાવવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- અભિનેત્રી શર્લિન ચોપડાને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું, પોર્નોગ્રાફી કેસમાં નિવેદન નોંધાવવા બોલાવી


ઉમેશ કામતની ધરપકડ બાદ મળી આવ્યા હતા દસ્તાવેજો
આ દસ્તાવેજ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચને (Mumbai Crime Branch) ફેબ્રુઆરી મહિનામાં રાજ કુન્દ્રાના (Raj Kundra) પીએ ઉમેશ કામતની (Umesh Kamath) ધરપકડ બાદ મળ્યા હતા. આ દસ્તાવેજોમાં મળેલી જાણકારી પર પણ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સામે ઘણી વાતો સ્પષ્ટ થઈ નથી. હવે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી રાજ કુન્દ્રાથી પૂછપરછ, તેના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓની પૂછપરછ અને તેના બેંક ડિટેલ્સમાંથી મળેલી જાણકારી બાદ જ કોઈ નિષ્કર્ષ પર આવી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube