લોકડાઉનમાં Saif Ali Khan ને છરી મારી દેતી Kareena Kapoor Khan? જાણો કેમ...

લોકડાઉન દરમિયાન સ્ટાર્સ પણ ઘણા મહિનાઓથી તેમના ઘરોની અંદર કેદ હતા. આ દરમિયાન જો કોઈનું વજન ઘણું વધી ગયું હોય તો કોઈએ દાઢી-મૂછ અને વાળ વધાર્યા હતા. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની (Saif Ali Khan) આવી જ કેટલીક તસવીરો સામે આવી છે

Updated By: Jul 26, 2021, 10:46 PM IST
લોકડાઉનમાં Saif Ali Khan ને છરી મારી દેતી Kareena Kapoor Khan? જાણો કેમ...

નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન સ્ટાર્સ પણ ઘણા મહિનાઓથી તેમના ઘરોની અંદર કેદ હતા. આ દરમિયાન જો કોઈનું વજન ઘણું વધી ગયું હોય તો કોઈએ દાઢી-મૂછ અને વાળ વધાર્યા હતા. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની (Saif Ali Khan) આવી જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે પોતાના પુત્ર તૈમૂર અલી ખાનના (Taimur Ali Khan) હેર કટ કરતા જોવા મળ્યો હતો. પરંતુ શું તેણે તેની પત્ની કરીના કપૂર ખાનને (Kareena Kapoor Khan પણ હેર કટ કર્યા હતા?

તે મને છરી મારી દેતી
તાજેતરમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) 'Feet Up With The Stars season 3' નો ભાગ બન્યો હતો, અને આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેણે કરિનાને હેર કટ કેમ નથી કરી, ત્યારે સૈફ અલી ખાને મજાક કરતા કહ્યું કે, તે મને છરી મારી દેતી. સૈફ અલી ખાને કહ્યું કે, 'મને લાગે છે કે તે મને છરી મારી દેતી.'

આ પણ વાંચો:- Anupamaa ને છોડી સાવકી માતા પર પ્રેમ લુટાવી રહ્યો છે સમર, આ વીડિયો છે પુરાવો

કરીનાના વાળ રાષ્ટ્રીય ધરોહર
સૈફ અલી ખાને (Saif Ali Khan) કહ્યું, 'તે ખૂબ જ અનપ્રોફેશનલ થઈ જતું કે હું પ્રયત્ન કરતો, અને તેને વાળ કટ કરી દેતો. તે રાષ્ટ્રીય ધરોહર છે. અમે હજી પણ કામ કરી રહ્યા છીએ, અમે એકબીજાના વાળ સાથે ગડબડ કરી શકતા નથી. જોકે તે મારા વાળથી ચેડા કરી શકે છે પરંતુ સદભાગ્યે તે હજી સુધી કરી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube