ઝી મીડિયા/બ્યૂરો :કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) ભલે જ દરેક મામલાના ઉછાળીને સામે લાવે છે. પરંતુ પોતાના અસલી લગ્નને લઈને તે હંમેશાથી ગંભીર નજર આવે છે. પોતાના લગ્નના 8 મહિના બાદ તેણે પોતાના વેડિંગ પિક્સ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. રાખી સાવંતનું નામ આવતા જ તેનો બોલ્ડ ચહેરો અને બિન્દાસ વાતો નજર સામે આવે છે. આ જ કારણ છે કે, બોલિવુડમાં તે ડ્રામા ક્વીન કહેવાય છે. પોતાના પબ્લિસિટી માટે તે કંઈ પણ બોલે છે. યુટ્યુબ પર તેના વીડિયો પર કેટલાક લોકોએ ખેદ વ્યક્ત કર્યો હતો, જેમા તે પોતાના સો-કોલ્ડ હસબન્ડ દીપક કલાલ સાથે વલ્ગર વાતો કરી રહી હતી. જોકે, પણ વાત જ્યારે પોતાના અસલી લગ્ન પર આવ્યા ત્યારે રાખી બહુ જ સીરિયલ દેખાઈ રહી છે અને કદાચ આ જ કારણ છે કે તે પોતાના લગ્નના અંદાજે 8 મહિના બાદ પણ લગ્નની તસવીરો શેર કરતી રહે છે. 


સાંબરકાંઠા : કોરોના સંકટમાં અંબાજી મંદિર બન્યું ક્વોરેન્ટાઈન વોર્ડ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઈમલાઈટમાં રહેનારી રાખી સાવંત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. પરંતુ આ તસવીરોમાં ખુદ જ નજર આવી રહી છે. લાલ લહેંગાચોલીમાં બેસેલી રાખી લગ્ન મંડપમાં બેસી છે. રાખી પોતાના વેડિંગ પિક્સને શેર કરીને કેપ્શન આપી છે, મારી લગ્નની તસવીર. રાખીને ફેન્સ માટે વધુ નિરાશાજનક બાબત સાંપડી છે. કારણ કે, તસવીરમાં રાખીએ પોતાના હસબન્ડને ક્રોપ કરી દીધા છે. 


ઉલ્લેખનીય છે કે, રાખીએ 8 મહિના પહેલા રિતેશ નામના એનઆરઆઈ સાથે લગ્ન કર્યાં છે. જોકે, લગ્નની તસવીરો સામે તો આવી ગઈ છે, પરંતુ તેના પતિને લઈને કંઈ પણ સામે આવ્યું નથી. પરંતુ આ તસવીરો પરથી સમજી શકાય છે કે, રાખી પોતાના અસલી લગ્નને લઈને બહુ જ ગંભીર છે. 


રાખીએ જે તસવીરો શેર કરી છે, તેમાં તે એકલી જ નજર આવી રહી છે. રાખીએ લગ્નને લઈને અનેકવાર ડ્રામા કર્યા છે. જોકે, ગત ઓગસ્ટ મહિનામાં તેણે ખુલાસા કર્યા હતા કે, તેના લગ્ન થઈ ગયા છે. રાખીએ જણાવ્યું હતું કે, તેણે એક એનઆરઆઈ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે અને તેના પતિ મીડિયામાં આવવા માંગતા નથી. તેથી પરંતુ તે તેના સાથેની તસવીરો ક્યારેય શેર કરતી નથી. એટલુ જ નહિ, લગ્ન બાદ પણ રાખી એકલી જ હનિમૂન પર ગયેલી નજર આવી હતી. તે કરવાચૌથ ઉજવતા પણ દેખાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર