સાંબરકાંઠા : કોરોના સંકટમાં અંબાજી મંદિર બન્યું ક્વોરેન્ટાઈન વોર્ડ
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાંબરકાંઠા :સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરનો કોરોનાના મહાસંકટમાં સદુપયોગ થઈ રહ્યો છે. આ મંદિરના રૂમોમાં ક્વોરેન્ટાઈન વોર્ડ ઉભા કરાયા છે. જેમાં હાલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ ક્વોરેન્ટાઈન કરાયા છે.
અમદાવાદથી પરત ફરેલી મેડિકલ ટીમ ક્વોરેન્ટાઈન કરાઈ
અંબાજી મંદિરના પાંચ રૂમમાં પાંચ તબીબોને ક્વોરેન્ટાઈન કરાયા છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના તબીબો અને સ્ટાફ સહિત 20 જણાને અહીં ક્વોરેન્ટાઈન કરાયા છે. ચાર જણાની એક ટીમમાં બે તબીબ, ફાર્માસિષ્ટ અને ફીમેલ હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. આ મેડિકલ ટીમ ૩ દિવસની કામગીરીમાં કોરોના વોરિયર બન્યા હતા. RBSK ૫ ટીમો કોરોનાને લઈને અમદાવાદમાં ડેપ્યુટશન પર હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્માની 5 ટીમોને 10 દિવસ માટે મોકલવામાં આવી હતી. આ ટીમે ત્રણ દિવસમાં કોરોનાને લઈને અમદાવાદમાં પોઝિટિવ કેસોને રીફર અને પરિવારને ક્વોરેન્ટાઈન કરવાની કામગીરી કરી હતી. અમદાવાદ જેવા હોટસ્પોટ વિસ્તારમાં ફરજ બજાવી પરત આવેલ RBSK 5 ટીમોનો ટેસ્ટ થવો જરૂરી છે. જેના બાદ તેઓને અહી ક્વોરેન્ટાઈન કરાયા હતા.
તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દારૂ પીધેલા પકડાયા
સાબરકાંઠા ખેડબ્રહ્મામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલ લોકડાઉન દરમ્યાન દારુ પીધેલી હાલતમા ઝડપાયા છે. રોહિત પટેલ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાસેથી દારુ પીધેલી હાલતમા બફાટ કરતા હતા. ખેડબ્રહ્મા પોલીસે તેમને પકડી તેમના સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કરી કાર્યવાહી કરી છે. રોહિત પટેલ હાલ ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે. રોહિત પટેલે ત્રણ મહિના પહેલા લક્ષ્મીપુરા ગામની મહિલાઓને ભેગી કરી ગામમાં દારૂ બંધ કરાવવા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કરાવ્યું હતું. અને હવે પોતે જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે